Cheating with traders unchanged: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે ચીટિંગનો સિલસિલો હજુ ચાલુ

Cheating with traders unchanged: સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં 31.59 લાખની ચીટિંગનો કિસ્સો બહાર આવ્યો છે.

સુરત, 01 જૂનઃ Cheating with traders unchanged: સુરત શહેરમાં ટેકસટાઇલ માર્કેટમાં ઉઠામણા ની ઘટનાઓ સતત વધી રહી છે ત્યાં વધુ કેટલાક વિવર્સ ના રૂપિયા ડૂબતા મુશ્કેલીમાં મુકાય છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં લુમ્સના કારખાના ધરાવતા વેસુના વીવર અને તેમના પરિજનો ઉપરાંત અન્ય વીવર્સ પાસેથી અંદાજીત 31.59 લાખની મત્તાનું ગ્રે કાપડ ઉધારમાં ખરીદી મહાવીર માર્કેટ અને શ્રી બાલાજી માર્કેટના બે વેપારી પેમેન્ટ આપવાના સમયે દુકાન અને મોબાઈલ બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ જતા સલાબતપુરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરત શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી ટેક્સટાઇલ માર્કેટ અને વીવર્સ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. કારણ કે એક બાજુ સામાન તહેવારે બજારમાં ખરીદી જોવા મળી છે અને બીજી બાજુ લેભાગુ તત્વો અને ચીટિંગ કરતી ગેંગ થોડા સમય માટે દુકાન અને ઓફિસ ભાડે રાખી મોટા પ્રમાણમાં વેપારીઓ પાસે કાપડની ખરીદી કરી બાદમાં રૂપિયા આપવાના સમય ગાયબ થઈ જતા ની સાથે વેપારીઓ ના મોટા પ્રમાણમાં હોવાની ઘટનાઓ સતત સામે આવતી હોય છે.


થોડા સમય પહેલાં પણ ગ્લોબલ માર્કેટ ના મોટા પ્રમાણમાં વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા હોવાની વાત આવી હતી ત્યારબાદ પોલીસે આ બાબતે બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી. ફરી વખત આવી ઘટના સામે આવી છે. જેની અંદર મૂળ મહેસાણાના ઊંઝાના ઈઠોર ગામના વતની અને સુરતમાં વેસુ વીઆઈપી રોડ પર રહેતા 59 વર્ષીય વિષ્ણુભાઇ પરસોત્તમભાઇ પટેલ અને તેમના પરિજનો પાંડેસરા વિસ્તારમાં લુમ્સના કારખાના ધરાવે છે.

આ પણ વાંચોઃ Bawana gang threat: 2 દિવસમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો બદલો લેવાશે, FB પોસ્ટ…

જેમાં પરિચિત કાપડ દલાલ વિલાસભાઈ દુસાણે ગત માર્ચ મહિનામાં જુદાજુદા સમયે રીંગરોડ સાલાસર ગેટ સામે મહાવીર માર્કેટમાં નવકાર એન્ટરપ્રાઈઝના નામે કાપડનો વેપાર કરતા મુકેશભાઈ લલીતભાઈ જૈન તેમજ રીંગરોડ ગોળવાળા માર્કેટની સામે શ્રી બાલાજી માર્કેટમાં ગણેશ એન્ટરપ્રાઈઝના નામે કાપડનો વેપાર કરતા અનિલકુમાર હરસુખભાઈ દેવાણીને લઈ તેમના કારખાને આવ્યા હતા અને બંનેની ઓળખાણ કરાવી તેમની બજારમાં સારી શાખ છે તેમ કહી ધંધો શરૂ કરાવ્યો હતો.


સૌપ્રથમ સારી ઓળખાતી બજારમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હોવાની અને સારો વ્યવહાર કરતા હોવાની છાપ ધરાવી કોલ વેપારીઓને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાનું ઉઠમણું કરતા હોય છે. આમાં પણ આવી જ ઘટના સામે આવી છ બાદમાં આ બંને વેપારીઓએ વિષ્ણુભાઈ તેમજ તેમના પરિજનોના કારખાનામાંથી તેમજ અન્ય 9 વીવર્સ પાસેથી કુલ રૂ.31,58,893 નું ગ્રે કાપડ ખરીદ્યું હતું. જોકે, પેમેન્ટના સમયે વિષ્ણુભાઈ અને અન્ય વીવર્સ બંને વેપારીની દુકાને ઉઘરાણી માટે ગયા ત્યારે તેમની દુકાન બંધ હતી ત્યાં ખ્યાલ આવ્યો કે વેપારીઓના રૂપિયા સલવાયા છે વેપારીઓ દ્વારા ઠગ વેપારીઓના મોબાઈલ ફોન કરતા પણ બંધ હતા.


આ અંગે ભોગ બનેલા વીવર્સ વતી બંને વેપારી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ સુરત અને પણ વેપારીઓ દ્વારા જાણ કરતાં ફોગવા ના આગેવાન દ્વારા પણ સુરત પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરી હતી અને આવા ઠગ વેપારીઓએ માર્કેટમાં ચીટીંગ કરતા હોય છે તેમની સામે સખત કાર્યવાહી કરવા માટે પણ ભલામણ કરી હતી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ The young lady came to India to swim and meet her lover: બાંગ્લાદેશની છોકરી 1 કલાક તરીને પ્રેમીને મળવા ભારત આવી, પણ….

Gujarati banner 01