290137d809141445e51e9d78e5bae889

Minister of Loneliness: વિશ્વમાં કોરોના મહામારીના કપરા કાળમાં એકલતાના કારણે આત્મહત્યામાં વધારો, તેને રોકવા આ દેશએ લીધો મહત્વનો નિર્ણય

Minister of Loneliness

જાપાન, 25 ફેબ્રુઆરીઃ કોરોના જેવી મહામારીમાં રાહત મેળવવા માટે વિશ્વના તમામ દેશોએ લોકડાઉન લાગુ કર્યુ હતું. જેના કારણે ઘણાં લોકો પોતોની અંગત સમસ્યાના કારણે ડિપ્રેશનના શિકાર બન્યા છે. જેના કારણે લોકો એકલતા ના શિકાર થતા હતા, અને ઘણા આત્મહત્યા કરીને જીવન પણ ટૂંકાવી ચુક્યા છે. આમાં રાહત મેળવવા માટે જાપાન દેશે મહત્વનો નિર્ણય લીધો છે.

જાપાન સરકારે મિનિસ્ટર ઓફ લોન્લીનેસ (Minister of Loneliness) એટલે કે એકલતા દૂર કરવા માટે એક મંત્રીની નિમણૂંક કરી છે. જેના માટે એક મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. ધ જાપાન ટાઇમ્સમાં જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી દરમિયાન જાપાનમાં એકલતાના કારણે આત્મહત્યાના કેસમાં વધારો થયો. આત્મહત્યાનો આંકડો 11 વર્ષ બાદ એટલો બધો વધ્યો કે સરકારે એક મંત્રાલયની શરુઆત કરવી પડી.

Whatsapp Join Banner Guj

આ મંત્રાલય લોકોની એકલતા દૂર કરવા માટે કામ કરશે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે બ્રિટનની માફક પોતાના મંત્રાલયમાં Minister of Loneliness પદ ઉમેર્યુ. જેની શરુઆત આ મહિનાથી જ કરવમાં આવી છે. જ્યારે બ્રિટનની અંદર 2018માં આ પ્રકારની શરુઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો..

The world’s largest zoo: ગુજરાતમાં બનશે દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, આ ગુજરાતી બિઝનેસમેન કરશે કરોડોનું રોકાણ