Ambaji bazar bandh

Ambaji bazar bandh: અંબાજીમાં અશાંત ધારો લાગુ કરવા હિન્દુ સમાજ ની વિશાળ રેલી, ભગવાકરણ જોવા મળ્યુ, બજારો બંધ રહ્યા, આવેદન પત્ર અપાયુ

Ambaji bazar bandh: આજે અંબાજી માં હજારો ની સંખ્યા માં વેપારીઓ સહીત અનેક હિન્દૂ સમાજ ના લોકો દ્વારા અંબાજી માં અશાંત ધારો લાગુ કરવા માટે વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 15 જુલાઇઃAmbaji bazar bandh: શક્તિપીઠ અંબાજી કરોડો હિંદુઓ ની આસ્થાનું મોટું ધાર્મિક સ્થાન છે જ્યાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ને હજી સુધી અંબાજી માં ક્યારે પણ કોમવાદ જેવા રમખાણો થયા નથી ત્યારે તાજેતર માં ઉદયપુર ખાતે બનેલી સર કલમ ની ઘટના ના પગલાં સમગ્ર દેશ ભર માં પડઘા પડ્યા છે ત્યારે અંબાજી માં પણ સાવચેતી ના પગલાં ના ભાગ રૂપે વિધર્મી લોગો નો પગ પેસારો ન થાય અને શાંતિ ન ડહોળાય તેને માટે હિન્દૂ હિત રક્ષા સમિતિ સજાગ બની છે ને આજે અંબાજી માં હજારો ની સંખ્યા માં વેપારીઓ સહીત અનેક હિન્દૂ સમાજ ના લોકો દ્વારા અંબાજી માં અશાંત ધારો લાગુ કરવા માટે વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી માં પુરુષો સહીત મહિલાઓ પણ મોટી સંખ્યા માં જોડાઈ હતી આજે અંબાજી માં ભગવા ધજાનો સાથે વિશાળ જંગી રેલી અંબાજી ખોડિવડલી એ થી નીકળી સમગ્ર અંબાજી શહેર માં પરિભ્રમણ કરી હિન્દૂ સમાજ ને જાગૃત અને સચેત કરવા સંદેશો પહોંચાડ્યો હતો સાથે અંબાજી માં અશાંત ધારો લાગુ કરવા માટે એક આવેદન પત્ર સરકાર ને પહોંચતું કરવા અંબાજી ના સર્કલ ઓફિસર ને આવેદન પત્ર સુપ્રત કરાયું હતું .

Ambaji bazar bandh 1

આ પણ વાંચોઃ Dang closed roads: દક્ષિણ ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદના કારણે ડાંગમાં અનેક રસ્તાઓ બંધ કરાયા- વાંચો વિગત

આ અશાંત ધારા માં કોઈ પણ વિધર્મી વ્યક્તિ પોતાને અંબાજી માં મિલકત ખરીદવી હોય તો અશાંત ધારા હેઠળ જિલ્લા કલેકટરની પરવાનગી આવશ્યક બનશે ને સાથે ભાડુઆત તરીકે રહેવા માટે પણ અશાંત ધારા હેઠળ પરવાનગી લેવી પડશે તેને લઈ અંબાજી માં અશાંત ધારો લાગુ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે


જોકે આજે અંબાજી માં આ વિશાળ રેલી ના આયોજન ના ભાગ રૂપે વેપારીઓ પોતાના વેપાર ધંધા સંપૂર્ણ પણે બંધ રાખ્યા હતા જેને લઈ બજારો માં પણ દુકાનો જડબેસલાક બંધ રહેતા સન્નાટો જોવા મળ્યો હતો અંબાજી એક હિન્દૂ સમાજ નું મોટું ધાર્મિક સ્થાન છે જ્યાં આવતા યાત્રિકો ની સુરક્ષા કરવી હિન્દૂ સંગઠનો ની જવાબદારી બનતી હોઈ અગમચેતી ના ભાગ રૂપે અંબાજી માં આજે આ રેલી સહીત બજાર બંધ નું આયોજન કરાયું હતું

આ પણ વાંચોઃ Today’s Gujarat Monsoon Update : અતિભારે વરસાદની આગાહી, રાજ્યના 6 તાલુકાઓમાં 8 ઇંચ અને 21 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

Gujarati banner 01