ahmedabad rain update

Today’s Gujarat Monsoon Update : અતિભારે વરસાદની આગાહી, રાજ્યના 6 તાલુકાઓમાં 8 ઇંચ અને 21 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

Today’s Gujarat Monsoon Update : રાજ્યના અન્ય ૨૮ તાલુકાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે

ગાંધીનગર,15 જુલાઇ: Today’s Gujarat Monsoon Update : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫૪ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ૧૦ ઇંચ સહિત રાજ્યના અન્ય ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૫ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કપરાડા તાલુકામાં ૨૫૩ મિ.મી, ચીખલીમાં ૨૪૪ મિ.મી,  સુત્રાપાડામાં ૨૪૦ મિ.મી,  ગણદેવીમાં ૨૩૧ મિ.મી, ધરમપુરમાં ૨૧૨ મિ.મી, નવસારીમાં ૨૧૧ મિ.મી એમ મળી કુલ ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જ્યારે જલાલપોર તાલુકામાં ૧૮૩ મિ.મી, વાસદામાં ૧૬૮ મિ.મી, ખેરગામમાં ૧૬૫ મિ.મી, ડોલવણમાં ૧૫૯ મિ.મી, વાપીમાં ૧૫૫ મિ.મી આમ કુલ ૫ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પારડીમાં ૧૩૭ મિ.મી, વઘઈમાં ૧૩૦ મિ.મી, માણાવદરમાં ૧૨૭ મિ.મી, તલાલામાં ૧૨૩ મિ.મી, કુતિયાણામાં ૧૨૨ મિ.મી, વ્યારામાં ૧૨૧ મિ.મી, રાણાવાવમાં ૧૦૯ મિ.મી, ચોર્યાંશીમાં ૧૦૫ મિ.મી, વેરાવળ અને બારડોલીમાં ૧૦૪ મિ.મી મળી કુલ ૧૦ તાલુકાઓમાં ૪ થી ૫ ઇંચ  જેટલો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ ST bus trip cancel: વરસાદને કારણે ST બસની 612 ટ્રીપો બંધ રાખવામાં આવી- વાંચો ક્યાં બસ ચાલુ અને ક્યાં બંધ?

આ ઉપરાંત માળીયા તાલુકામાં ૯૩ મિ.મી, વાલોડમાં ૯૧ મિ.મી, વલસાડમાં ૮૪ મિ.મી, ઉમરગામમાં ૮૦ મિ.મી, ખાંભામાં ૭૨ મિ.મી, વિજયનગરમાં ૭૦ મહુવામાં ૬૯ મિ.મી, વંથલી અને જેતપુરમાં ૬૫ મિ.મી, ખંભાળિયામાં ૬૪ મિ.મી, સુબીરમાં ૬૧ મિ.મી, કોડીનારમાં ૫૯ મિ.મી, પોરબંદરમાં ૫૮ મિ.મી, પલસાણા અને ડાંગ (આહવા)માં ૫૫ મિ.મી, જેસરમાં ૫૪ મિ.મી અને ઉનામાં ૫૨ મિ.મી એમ મળી કુલ ૧૭ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૮ તાલુકાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૯૮.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૫.૧૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૨.૦૮ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૯.૩૨ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

આ પણ વાંચોઃ SBI hikes lending rate: SBI પાસેથી લોન લેવી હવે મોંઘી થશે, નવા અને જૂના ગ્રાહકોની EMI પણ વધશે- વાંચો વિગત

Gujarati banner 01