Dang closed roads

Dang closed roads: દક્ષિણ ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદના કારણે ડાંગમાં અનેક રસ્તાઓ બંધ કરાયા- વાંચો વિગત

Dang closed roads: હાલ જિલ્લામાં 25 માર્ગો બંધ છે જેનાથી 41 ગામો પ્રભાવિત થયા છે, જિલ્લા પ્રશાસન દ્વારા બંધ માર્ગોને પૂર્વવત કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે

નવસારી, 15 જુલાઇઃ Dang closed roads: દક્ષિણ ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે. અહીં પૂરના પાણી ધીરે ધીરે ઉતરી રહ્યાં છે. પરંતુ ચોમાસામાં ડાંગનુ સૌંદર્ય માણવા માટે અનેક લોકો જતા હોય છે. ત્યારે જો તમે ડાંગ ફરવા જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો કે ડાંગમાં અનેક રસ્તાઓ બંધ કરાયા છે. પૂરના પાણીથી લઈને લેન્ડ સ્લાઈડની ઘટનાને પગલે ડાંગમાં અનેક માર્ગો હાલ બંધ છે. 

ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ હવે માર્ગો પર પાણી ઓસરતાં જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે. હાલ જિલ્લામાં 25 માર્ગો બંધ છે જેનાથી 41 ગામો પ્રભાવિત થયા છે. જિલ્લા પ્રશાસન દ્વારા બંધ માર્ગોને પૂર્વવત કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વાંસદા-વઘઇ માર્ગ અને સાપુતારા ઘાટ માર્ગ નાના વાહનો માટે શરૂ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં બંધ માર્ગોને જેસીબીની મદદથી અલગ અલગ ટીમ બનાવી પૂર્વવત કરવાની કામગીર શરુ છે.

હાલ ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ધટ્યુ છે. જેથી બંધ માર્ગો પર પાણી ઓસરતાં જનજીવન પૂર્વવત ચાલુ થયુ છે. બંધ માર્ગોને ખુલ્લા કરાવવા માટે પ્રશાસનની કામગીરી શરૂ થઈ છે. ત્યારે કેટલાક માર્ગ બંધ છે અને કેટલાક ચાલુ થયા છે. 25 માર્ગો બંધ થતાં 41 ગામ પ્રભાવિત થયા છે. તેમના અવરજવર પર અસર થઈ છે. 

આ પણ વાંચોઃ Today’s Gujarat Monsoon Update : અતિભારે વરસાદની આગાહી, રાજ્યના 6 તાલુકાઓમાં 8 ઇંચ અને 21 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

  • ડાંગમાં પ્રવેશ માટેનો વાંસદા- વઘઈ માર્ગ શરૂ થઈ ગયો છે. સાપુતારા ઘાટ માર્ગ નાના વાહનો માટે શરૂ
  • આહવા તાલુકાના 3 માર્ગો બંધ
  • સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ બંધ
  • સુબિર તાલુકાના 7 માર્ગો બંધ
  • કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, પીપલદહાડ-જોગથવા રોડ, બંધપાડા વી.એ. રોડ બંધ
  • શિંગાણા-ધુલદા રોડ, ચીખલી-લવચાલી રોડ, પીપલાઈદેવી-જુન્નેર-ચીંચવિહીર રોડ, લવચાલી-ચીખલી રોડ બંધ
  • વઘઈ તાલુકાના 15 માર્ગો બંધ
  • નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ.રોડ, આહેરડી-બોરદહાડ રોડ બંધ
  • ચીખલદા વી.એ.રોડ, સુસરદા વી.એ. રોડ, ખાતળ ફાટક થી ઘોડી રોડ બંધ
  • સુસરદા વી.એ.રોડ, માછળી-ચીખલા-દિવડયાવન રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ બંધ
  • કુડકસ-કોશિમપાતળ રોડ, ઢાઢરા વી.એ.રોડ, કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ બંધ
  • પાતળી-ગોદડીયા રોડ, ભેંસકાતરી-કાકરદા-ભોન્ગડીયા-એન્જીંનપાડા રોડ, દોડીપાડા-ચિકાર ફળિયા રોડ બંધ

ડાંગમાં છે વરસાદની આગાહી
જો તમે ડાંગમાં ફરવા જવાનુ વિચારતા હોવ તો રસ્તાઓ બંધ ઉપરાંત વરસાદની આગાહીને પણ ધ્યાન રાખજો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, ડાંગ, દીવમાં ભારે વરસાદ આવશે. તો સુરત અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ છે. 24 કલાક બાદ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ કારણે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચોઃ ST bus trip cancel: વરસાદને કારણે ST બસની 612 ટ્રીપો બંધ રાખવામાં આવી- વાંચો ક્યાં બસ ચાલુ અને ક્યાં બંધ?

Gujarati banner 01