Ambaji police seized ganja

Ambaji police seized ganja: અંબાજી પોલીસને મળી મોટી સફળતા, છાપરી ચેકપોસ્ટ પરથી પકડ્યો ગાંજાનો જથ્થો…

Ambaji police seized ganja: ગુજરાત ની સરહદ છાપરી ચેકપોસ્ટ અંબાજી નજીક રાજસ્થાન તરફ થી આવતી ગુજરાત એસટી નિગમની એસટી બસ માંથી ગાંજા નો જથ્થો પકડી પાડવામાં આવ્યો, એક વ્યક્તિ ઝડપાયો

રિપોર્ટ: મહેન્દ્ર અગ્રવાલ

અંબાજી, ૦૮ નવેમ્બર: Ambaji police seized ganja: અંબાજી પોલીસને માદક પદાર્થ પકડી પાડવામાં સફળતા મળી છે, અંબાજી નજીક ગુજરાત ની સરહદ છાપરી ચેકપોસ્ટ પરથી ગાંજા નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. હાલ તબક્કે વિધાનસભાની ચૂંટણી ને લઈ અન્ય રાજ્યમાંથી ગુજરાત માં લિકર રોકડ રકમ તેમજ માદક પદાર્થો ની હેરાફેરી ન થાય તે માટે સધન વાહનચેકીંગ ઝુંબેશ ચલાવાઈ રહી છે.

જેમાં અંબાજી નજીક રાજસ્થાન તરફ થી આવતી ગુજરાત એસટી નિગમ ની એસટી બસ માં તપાસ દરમિયાન એક વ્યક્તિની શંકાસ્પદ સૂટકેસ મા તપાસ કરાતા સૂટકેસ માંથી 13 કિલો 809 ગ્રામ જેટલો અંદાજે રૂપિયા 1.38 લાખ નો ગાંજો ગુજરાતમાં ઘૂસાડાતા જ પકડી પાડવામાં આવ્યો છે. શંકાસ્પદ સૂટકેસ મા તપાસ કરાતા સૂટકેસ માંથી 13 કિલો 809 ગ્રામ જેટલો ગાંજો મલી આવ્યો.

અંદાજે રૂપિયા 1.38 લાખ નો ગાંજો ગુજરાતમાં ઘૂસાડાતા જ પકડી પાડવામાં આવ્યો છે. બસ માં સવાર મુસાફર ઇમરાનખાન પઠાણ અમદાવાદ ના વટવા નો રહેવાસી ની કરી ધરપકડ. બસ માં સવાર મુસાફર ઇમરાનખાન પઠાણ અમદાવાદ ના વટવા નો રહેવાસી આ સુટકેસ લઈ રાજસ્થાન થી ગુજરાત માં પોતાના યથા સ્થાને પહોંચવાનો હતો તે પહેલા બનાસકાંઠા ની સતર્ક બનેલી પોલીસે આ માદક પદાર્થ ની થતી હેરાફેરી ને પકડી પાડી છે.

હાલ તબક્કે એક આરોપી સહીત આરોપી નો મોબાઈલ પણ કબ્જે લઈ આ માદક પદાર્થ ક્યાં પહોંચાડતો હતો તેના પાછળ કોનો હાથ છે તેની તપાસ માં પોલીસ જોતરાઈ હોવાની માહીતી ડો.જીગ્નેશ જે ગામીત (વિભાગીય પોલીસ અધિક્ષક)પાલનપુર એ આપી હતી.

આ પણ વાંચો: Vande bharat train pathrav: ઓવૈસી સુરત જઈ રહ્યા હતા ત્યારે ટ્રેન પર થયું હતું પથરાવ…! જાણો શું કહ્યું ગુજરાત રેલ્વે પીઆરઓએ

Gujarati banner 01