sbi atm

Ambaji SBI ATM: અંબાજીમાં સ્ટેટ બેંકનું ATM શોભા ગાઠીયા જેવું, લાંબા સમય થી બંધ હાલતમાં, યાત્રીકોને થઇ રહી છે મુશ્કેલી

Ambaji SBI ATM: હાલ તબક્કે લાંબા સમય થી આ ATM માત્ર શોભા ના ગાંઠિયા જેવું હોય તેમ બંધ હાલત માં જોવા મળી રહ્યું છે

અહેવાલ- ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 14 નવેમ્બરઃ Ambaji SBI ATM: હાલ માં દિવાળી ની સીઝન ચાલી રહી છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ શક્તિપીઠો માં દર્શનાર્થે પહોંચતા હોય છે ત્યારે મોટા ભાગે યાત્રિકો રોકડ રકમ ની બદલે પોતાના ATM કાર્ડ જેવી સુવિધા સાથે રાખતા હોય છે. યાત્રાધામ અંબાજી માં પણ હાલ યાત્રિકો ની સતત ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિ માં અંબાજી માં ભવાની પેટ્રોલ પંપ આગળ ભારતિય સ્ટેટ બેંક દ્વારા યાત્રિકો ને સુવિધા મળે તે માટે ATM મશીન મુકવામાં આવ્યું છે પણ હાલ તબક્કે લાંબા સમય થી આ ATM માત્ર શોભા ના ગાંઠિયા જેવું હોય તેમ બંધ હાલત માં જોવા મળી રહ્યું છે.

યાત્રિકો થી સતત ધમધમતા રહેતા આ મંદિર જવાના માર્ગ ઉપર ભારતીય સ્ટેટ બેંક એ યાત્રિકો ની સુવિધા માટે ATM ગોઠવ્યું છે પણ તે માત્ર ઓફિસીયલી ખાના પૂરતી માટે લગાવ્યું હોય તેમ લાગી રહ્યું છે આજુબાજુ ના રહીશો દ્વારા પણ આ ATM(Ambaji SBI ATM) લાંબા સમય થી બંધ હોવાનું જણાવી રહ્યા છે જે હાલ યાત્રિકો માટે સુવિધા ના બદલે તેણે જોઈને દુવિધા થઈ રહી છે.

ભારતીય સ્ટેટ બેંક એ તાત્કાલિક અસર થી શક્તિપીઠ અંબાજી માં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે તેમને નાણાં ઉપાડવાની પૂરતી સુવિધા ઝડપ થી મળી રહે તે માટે તાત્કાલિક આ ATM ને ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Malvika sood: આ બોલિવુડ અભિનેતાની બહેન કરશે રાજનીતિમાં એન્ટ્રી- વાંચો વિગત

Whatsapp Join Banner Guj