5acace47 61b3 4768 8be6 bef3a404ae11

Bapashreeni 177 jayanti: કુમકુમ મંદિર દ્વારા જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૭ મી જયંતી ઉજવાશે- વાંચો વિગત

Bapashreeni 177 jayanti: 4 x 3 ફૂટની શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની વિશાળ પ્રતિકૃતિનું પૂજન અર્ચન કરવામાં આવશે

અમદાવાદ, 14 નવેમ્બરઃBapashreeni 177 jayanti: શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૨૧મા પટ્ટાભિષેક દિન નિમિત્તે ૨૧ ફૂટના મંચ ઉપર શાકભાજીનો મનોરથ ધરાવામાં આવશે.જેના દર્શન તા.૧૫ નવેમ્બરના રોજ સવારે ૮ -૦૦ વાગ્યાથી થશે.

તા. ૧૫ અને ૧૬ નવેમ્બર ના રોજ શ્રી જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૭ મી જયંતી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર ખાતે જીવનપ્રાણ બાપાશ્રીના દર્શન કરેલા હોય તેવા એક માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૦૧ વર્ષના વરિષ્ઠ સંત સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઉજવાશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા. ૧૫ ના રોજ સવારે ૮ – ૦૦ થી ૧૦ – ૦૦ અને બપોરે ર – ૦૦ થી ૮ -૦૦ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવશે.

8ccd6662 d19d 46a4 8f1d d452e70d29dd

સવારે ૯ – ૦૦ વાગે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ ની 4 x 3 ફૂટની વિશાળ પ્રતિકૃતિનું પૂજન અર્ચન કરવામાં આવશે. આ ગ્રંથ ૧ર૩ર પેજનો છે. જેની રચના સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ કરેલી છે.

આ રાત્રે ૮ – ૦૦ થી ૯ – ૩૦ સુધી જીવનપ્રાણ બાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ પ્રસંગે બાળકો દ્વારા નૃત્યગાન આદિ વિવિધ કાર્યક્રમો યોજાશે.

તા. ૧૬ ના રોજ સવારે ૫ – ૦૦ થી ૭ – ૩૦ જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે. આ પસંગે સંતો દ્વારા મહિમા ગાન કરવામાં આવશે અને અંતમાં મહંત સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.

આ પણ વાંચોઃ Ambaji SBI ATM: અંબાજીમાં સ્ટેટ બેંકનું ATM શોભા ગાઠીયા જેવું, લાંબા સમય થી બંધ હાલતમાં, યાત્રીકોને થઇ રહી છે મુશ્કેલી

આ પ્રસંગનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, કારતક સુદ એકાદશીના દિવસે શ્રી રામાનંદ સ્વામીએ સંવત ૧૮૫૭ ની સાલમાં પીપલાણામાં શ્રી નીલકંઠ વર્ણીને ભાગવતી દિક્ષા આપીને “શ્રી સહજાનંદ સ્વામી” અને “નારાયણ મુનિ” એવા બે મંગળકારી નામો પાડ્યા હતા.

  • સંવત ૧૮૫૮ માં શ્રી રામાનંદ સ્વામીએ જેતપુરમાં સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીને સોંપી હતી.તેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારતક સુદ એકાદશીની ઉજવણી કરવામાં આવે છે.
  • આજ દિવસે શ્રીજી સંકલ્પમૂર્તિ શ્રી અબજીબાપાશ્રીનું પ્રાગટ્ય થયું હતું અને શ્રી મુકતજીવન સ્વામીબાપાએ સંતની દીક્ષા ગ્રહણ કરી હતી તેથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં કારતક સુદ એકાદશી મોટો ઉત્સવ ઉજવવાની પ્રણાલિકા છે.
Whatsapp Join Banner Guj