AMCની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયઃ હવે કોવિડ હોસ્પિટલની સારવારના દરોમાં થશે ઘટાડો

Screenshot 20200412 125754 01

અમદાવાદ,11 ડિસેમ્બરઃ વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો જ થઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ વેક્સિનની પણ શોધ થઇ રહી છે. તેવામાં કોરોના વાયરસની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ખાનગી કોવિડ હોસ્પિટલ મામલે AMCની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના વાયરસની સારવારના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં તંત્રે હોસ્પિટલોને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. અને દરેક કેટેગરી માટે સારવારના સુધારેલા નવા દર નક્કી કરવામાં આવ્યા છે.

whatsapp banner 1

અમદાવાદમાં દિવાળી ઉપર જ કોરોનાના કેસોમાં અચાનક જ ઉછાળો આવતાં ખાનગી હોસ્પિટલોના 2240 પ્રાઈવેટ બેડ હતા તેમાં 1199નો ળધારો કરીને 3439 કરાયા હતા. હવે દર્દીઓની સંખ્યા ઘટતાં તેમાંથી 1453 એટલે કે 42.25 ટકા બેડ હાલ ખાલી પડયા છે. માઈક્રો કન્ટેન્મેન્ટના એરિયામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. દરમ્યાનમાં આજે સરકારી યાદી મુજબ વધુ 265 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો…

ખેડૂતોએ કહ્યું- ગુજરાતમાં કૃષિ ઊપજનું સારૂ વળતર મળે છે એટલે આંદોલન અમારે માટે અપ્રસ્તુત