Mask distribution by Ambaji Police 2

AMC orders wearing of mask: અમદાવાદીઓ થઇ જાવ એલર્ટ, ફરી તંત્રએ ફરજીયાત માસ્ક પહેરવાનો આપ્યો આદેશ

AMC orders wearing of mask: મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો

અમદાવાદ, 07 જૂનઃAMC orders wearing of mask: દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગઇ કાલના આંકડાની જો વાત કરીએ તો ગુજરાતમાં કુલ 53 અને અમદાવાદ શહેરમાં 31 નવા કોરોના કેસ નોંધાયા હતા.

AMCના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ એક નિવેદન આપ્યુ છે જે મુજબ, અમદાવાદ શહેરમાં માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી હતી. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. 

કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઇ રહી છે કે, સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે છે.

આ પણ વાંચોઃ Heavy rains in these areas of Gujarat: ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતિ, જાણો હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચોઃ 3 banks raise interest rates: આ બેંકોના ગ્રાહકોને ઝટકો, RBI બેઠક પહેલા 3 બેન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો

Gujarati banner 01