The case of the commentary on the Prophet Muhammad nupur

The case of the commentary on the Prophet Muhammad nupur: મુંબઇ પોલીસે પયગમ્બર મોહમ્મદ પર ટિપ્પણીના કેસમાં નૂપુર શર્માને સમન મોકલ્યુ, 22 જૂને હાજર થવુ પડશે

The case of the commentary on the Prophet Muhammad nupur: પયગમ્બર મોહમ્મદ પર ટિપ્પણીના કેસમાં ખાડી દેશોમાં વિવાદ વધતા ભાજપે નૂપુર શર્માને સસ્પેન્ડ કરી હતી

નવી દિલ્હી, 07 જૂનઃ The case of the commentary on the Prophet Muhammad nupur: ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ નેતા નૂપુર શર્માને હવે મુંબઇ પોલીસે સમન મોકલ્યુ છે. પયગમ્બર મોહમ્મદ પર ટિપ્પણીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે, તેમણે 22 જૂન સુધી હાજર થવુ પડશે. મહત્વપૂર્ણ છે કે પાર્ટી દ્વારા એક્શન લેવામાં આવ્યા બાદ નૂપુરે પોતાનું વિવાદિત નિવેદન પરત ખેચી લીધુ હતુ, તેમણે દાવો કર્યો કે ભગવાન શિવની સતત મજાક ઉડાવવા અને તેમનું અપમાન થતુ જોઇને આવી પ્રતિક્રિયા આપી હતી. નૂપુરે સ્પષ્ટ કહ્યુ હતુ કે જો તેમના નિવેદનથી કોઇની ધાર્મિક ભાવનાને ઠેસ પહોચી છે તો તે માફી માંગે છે.

નૂપુર શર્માની સુરક્ષા વધારવામાં આવી

વિવાદિત ટિપ્પણીના આરોપમાં ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા પ્રવક્તા નૂપુર શર્મા અને તેમના પરિવારની દિલ્હી પોલીસે સુરક્ષા પુરી પાડી છે. ટિપ્પણી બાદથી નૂપુરને જીવથી મારી નાખવાની ધમકી મળી રહી હતી જેના વિરૂદ્ધ તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા સુરક્ષાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ AMC orders wearing of mask: અમદાવાદીઓ થઇ જાવ એલર્ટ, ફરી તંત્રએ ફરજીયાત માસ્ક પહેરવાનો આપ્યો આદેશ

અરબ દેશોમાં વિરોધ

કેટલાક ધાર્મિક સમૂહોના વિરોધ પ્રદર્શન અને કુવૈત, કતાર અને ઇરાન જેવા દેશની પ્રતિક્રિયા વચ્ચે ભાજપે એક નિવેદન જાહેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી હતી. પાર્ટીએ ભાર આપીને કહ્યુ હતુ કે તે તમામ ધર્મોનું સમ્માન કરે છે અને કોઇ પણ ધાર્મિક વ્યક્તિત્વના અપમાનની નિંદા કરે છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Heavy rains in these areas of Gujarat: ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતિ, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarati banner 01