Anant- Radhika Pre wedding

Anant- Radhika Pre widding: અનંત રાધિકાનો પ્રિ વેડિંગ વીડિયો આવ્યો સામે, ઈન્ટરનેશનલ સ્ટાર અને બોલિવૂડ સેલિબ્રિટીએ જમાવ્યો રંગ- જુઓ વીડિયો

Anant- Radhika Pre widding: મહેમાનોને આવકારતાં મુકેશ અંબાણીનો પ્રિ વેડિંગ સમારોહનો પ્રથમ વીડિયો આવ્યો સામે

જામનગર, 02 માર્ચઃ Anant- Radhika Pre widding: દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે થનારા લગ્નના પ્રિ વેડિંગ સમારોહની શરૂઆત જામનગરમાં થઇ ચૂકી છે. જેમાં દેશવિદેશથી ઘણાં મહેમાનો, સેલિબ્રિટીઓ અને હસ્તીઓ પધાર્યા છે.

મુકેશ અંબાણીએ પ્રિ વેડિંગ ફંક્શનની શરૂઆતમાં જ સૌને આવકારતાં કહ્યું કે હું અમારા તમામ મહેમાનોનું સ્વાગત કરું છું જે અમારા માટે ભગવાન જેવા છે. તેમણે આ સાથે અતિથિ દેવો ભવઃ પણ કહ્યું હતું.

આ પણ વાંચોઃ Paytm Stocks: પેટીએમનો શેર હોય તો વેચી દેજો, સતત શેરમાં નોંધાયો છે ઘટાડો- વાંચો વિગત

વધુમાં તેમણે મહેમાનોને આવકારતાં કહ્યું કે આપ સૌની હાજરીએ આ લગ્ન સમારોહને મંગલમય બનાવી દીધો છે. બધાની હાજરી બદલ તેમણે બધાને ધન્યવાદ કહ્યું હતું. 

બીજી બાજુ આ સમારોહ દરમિયાન ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના સૌથી વધુ ચર્ચામાં રહી હતી. તેણે પ્રિ વેડિંગ ફંક્શનના પહેલા દિવસે રંગ રાખ્યો હતો. તેના દમદાર પરફોર્મન્સની ચારેકોરથી પ્રશંસા થઇ હતી. 

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ સેલિબ્રિટીઓ અને બિઝનેસ જગતની હસ્તીઓના પણ ગ્લેમરસ લૂક જોવા મળ્યાં હતાં. સમારોહના પહેલા દિવસના વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં વિવિધ અભિનેતા અને અભિનેત્રીઓ તેમના પરિવાર સાથે દેખાયા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો