Unseasonal Rain Forecast

Gujarat Rains Update: ગુજરાતના આ વિસ્તારોમાં મોડી રાત્રે પડ્યો કમોસમી વરસાદ….

Gujarat Rains Update: મોડી રાતે ભાવનગર તો વહેલી સવારે દ્વારકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમા પણ પલટો આવ્યો

અમદાવાદ, 02 માર્ચઃ Gujarat Rains Update: ગુજરાતના અનેક શહેરોમાં વરસાદની માહોલ છવાયો છે. મોડી રાતે ભાવનગર તો વહેલી સવારે દ્વારકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમા પણ પલટો આવ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં સામાન્ય છાંટા અનુભવાયા છે. તો ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, અને કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. 

image

હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે જિલ્લાના દ્વારકા વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે માવઠું પડયું છે. શહેરમાં આજે વહેલી સવારથી મેધરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે શહેરના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થતાં રસ્તાઓ પાણી પાણી થયા છે.

image 1

દ્વારકામાં એક સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. માવઠાને પગલે દ્વારકા જિલ્લાના ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિએ ફરી ચિંતાનો માહોલ છવાયો છે.

આ પણ વાંચોઃ Anant- Radhika Pre widding: અનંત રાધિકાનો પ્રિ વેડિંગ વીડિયો આવ્યો સામે, ઈન્ટરનેશનલ સ્ટાર અને બોલિવૂડ સેલિબ્રિટીએ જમાવ્યો રંગ- જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે, આગામી 24 કલાક દરમ્યાન હજુ પણ તાપમાનનો પારો ઊંચકાશે. આ વચ્ચે રાજ્યમાં આજે પણ કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં આગાહી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો