share market down

Paytm Stocks: પેટીએમનો શેર હોય તો વેચી દેજો, સતત શેરમાં નોંધાયો છે ઘટાડો- વાંચો વિગત

Paytm Stocks: પેટીએમના શેર આજે 2 માર્ચના રોજ 423 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા

બિઝનેસ ડેસ્ક,02 માર્ચઃ Paytm Stocks: પેટીએમ પર હાલ સંકટના વાદળો છવાયેલા છે. તેમાં પણ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર RBI દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ સ્થિતિ સતત કથળી રહી છે. જોકે, પેટીએમ પેમેન્ટ્સ બેંકની ડૂબતી નાવને બચાવવા સંભવિત તમામ પ્રયાસો થઇ રહ્યા છે.

26 ફેબ્રુઆરીએ વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના બોર્ડને રીકન્સ્ટીટ્યૂટ કરવામાં મદદ કરવા માટે પદ છોડી દીધું હતું. જણાવી દઈએ કે, પેટીએમના શેર આજે 2 માર્ચના રોજ 423 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Trick to get up early in the morning: સવારે વહેલા ઉઠવામાં તમને પણ તકલીફ પડતી હોય તો ટ્રાય કરો આ ટ્રિક

બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ પેટીએમના સ્ટોક પર ‘અંડરપરફોર્મ’ કોલ આપ્યો છે, જેમાં શેર દીઠ રૂ. 275ની ટાર્ગેટ પ્રાઇસ રાખવામાં આવી છે, એટલે કે તે આજે આ લખાઈ રહ્યું છે ત્યારના ભાવ રૂ. 423થી 35 ટકા આસપાસ જેટલો ઓછો છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 31 જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ પેટીએમના શેરમાં 44 ટકાનો ઘટાડો થયો છે.

મીડિયા રિપોર્ટ છે કે, “જો પેટીએમ પેમેન્ટ્સ બેંકને ઓપરેશન્સ શરૂ કરવાની મંજૂરી મળે છે, તો તે પેટીએમને નફાકારતા પ્રદાન કરશે.” નાણાંકીય વર્ષ 2023માં પેટીએમને 2.44 કરોડ રૂપિયાનો નફો થયો છે. જોકે, મેક્વેરીના એક્સપર્ટ્સે કહ્યું હતું કે, તેમને આશા નથી કે RBI અહીં પેટીએમ અને પેટીએમ પેમેન્ટ્સ બેંક વચ્ચે કોઈપણ રીલેટેડ-પાર્ટી ટ્રાન્જેક્શનને મંજૂર કરશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો