Ashaben patel passed away

Ashaben patel passed away: ભાજપના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

Ashaben patel passed away: ડેન્ગ્યુ થયા બાદ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગાંધીનગર, ૧૨ ડિસેમ્બર: Ashaben patel passed away: મહેસાણા જિલ્લાના ઊંઝાથી ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું આજે નિધન થયું છે. આશાબેનને ડેન્ગ્યુ હોવાનું નિદાન થતાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમના નિધનથી તેમના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, આશાબેનને ડેન્ગ્યુ થતાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટરોનું કહેવું છે કે ડેન્ગ્યુ થયા બાદ તેનું લિવર ડેમેજ થઈ ગયું હતું અને કિડની પણ કામ કરી રહી ન હતી. સારવાર દરમિયાન તેના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હતો.

Ashaben patel passed away: આશાબેન પટેલ ના નિધન પર ભાજપનાં પ્રદેશ અગ્રણી ભરત પંડયાએ હ્દયપૂર્વક શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ઊંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલનાં અચાનક અવસાનથી “ભાજપે અને લોકોએ સેવા અને વિકાસ માટે જુજારુ એવાં સક્ષમ મહિલા આગેવાન ગુમાવ્યાં છે.” ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે અને તેમનાં પરીવારને અને સહુને આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

આ પણ વાંચો: Moraribapu: “નાના કદનો, કોઈ પદ વિનાનો મનુભાઈ સદ માટે મોટા ગજાનું કાર્ય કરી રહ્યો છે” મોરારીબાપુ

મુખ્યમંત્રીએ જતાયો દુઃખ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોક ની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નો ના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે.

Whatsapp Join Banner Guj