Morari Bapu

Moraribapu: “નાના કદનો, કોઈ પદ વિનાનો મનુભાઈ સદ માટે મોટા ગજાનું કાર્ય કરી રહ્યો છે” મોરારીબાપુ

Moraribapu: તલગાજરડામાં પ્રેરણા પંથનો પ્રવાસી પુસ્તકનું વિમોચન

અમદાવાદ, ૧૨ ડિસેમ્બર: Moraribapu: “શરીરથી નાના કદનો, કોઇપણ પદ વિનાનો મનુભાઈ, સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્ર સ્થાને છે” આ શબ્દો પૂજ્ય મોરારીબાપુએ ચિત્રકુટધામ, તલગાજરડા ખાતે લેખક કીન્તુ ગઢવી લિખિત અને નવજીવન મુદ્રણાલય દ્વારા પ્રકાશિત માનવ સેવા ટ્રસ્ટની પ્રવૃતિઓ અને તેના ચેરમેન મનુભાઈ બારોટના જીવન સંઘર્ષની કથાના પુસ્તક “પ્રેરણા પંથનો પ્રવાસી”નું વિમોચન કરતાં કહ્યા હતા.

પૂજ્ય મોરારિ બાપુએ (Moraribapu) જણાવ્યું હતું કે નળકાંઠાના વિસ્તારોમાં પક્ષી કે માછલી પકડનારા માછીમારોની જાળ મુકાવી દેનાર મનુભાઈએ સમાજસેવાની એટલી મોટી જાળ બિછાવી છે કે અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ તેમની સેવા પ્રવૃત્તિમાં ખભેખભા મીલાવીને કામ કરે છે. પુજ્ય બાપુએ મનુભાઈ અને તેમના ટ્રસ્ટની સેવા કાર્યોની સરવાણીને બિરદાવતા તેમના કાર્યોની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Vibrant gujarat global summit-2022: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ માં અમદાવાદના ઉદ્યોગકારો ભાગ લે તે અંગે વર્કશોપ યોજાયો

સાણંદ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કુપોષણ નિવારણ અભિયાન, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, સામાજિક વિષય પર ગાંધીગીરી, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યો, માતૃવંદના કાર્યક્રમ, પર્યાવરણ સુરક્ષા માટે નળ સરોવરની પદયાત્રા, બેટી વધાવો કાર્યક્રમ જેવા અનેકવિધ કાર્યક્રમો નિયમિત રૂપે સમાજસેવાના ઉમદા હેતુથી થયા કરે છે જેને સાણંદ વિસ્તારની વિવિધ કંપનીઓ, ઉદ્યોગ જૂથો, દાતાઓ અને શ્રેષ્ઠીઓનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. વાદી સમુદાયના સવજીનાથ વાદીએ વાદી પરંપરાના પરંપરાગત ખેલ રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં નિવૃત શિક્ષકો શ્રીવાસ્તવ અને ઘનશ્યામ ગઢવી, ગાંધી આશ્રમ અમદાવાદના નિયામક અતુલભાઈ પંડ્યા, સંયુક્ત માહિતી નિયામક અમદાવાદ હિમાંશુ ઉપાધ્યાય, જાણીતા તબીબ ડૉ તપન શાહ, લેખક કિન્તુ ગઢવી સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj