અંબાજી ખાતે સતત યાત્રિકો ના સંપર્ક માં આવતા લોકો ના કોરોના ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી

Corona Test Ambaji

દાંતા તાલુકા માં હમણાં સુધી 8235 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.. જેમાં 140 કેસ પોઝેટીવ… 4 લોકો ના મોત…. જેમાં 49 કેસ માત્ર અંબાજી ના..

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી,૧૮ સપ્ટેમ્બર:બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા માં દિનપ્રતિદિન કોરોના નો સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે કોરોના ના કેસો ડિટેક્ટ કરવાની મથામણ કરી રહ્યું છે દાંતા તાલુકા માં હમણાં સુધી રેપિડ એન્ટિજન કીટ તેમજ આર ટી પી સી આર દ્વારા 8235 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 140 કેસ પોઝેટીવ મળી આવ્યા છે જેમાં 99 કેસ રીકવર થયા છે અને 37 કેસ હજી એક્ટીવ છે દાંતા તાલુકા માં હમણાં સુધી કોરોના ના કારણે 4 લોકો ના મોત નિપજ્યા છે હાલ માં યાત્રાધામ અંબાજી ખાતે સુપરસ્પ્રેડ જેવી કે વેપારીઓ એસ ટી મથક તેમજ મંદિર ના કર્મચારીઓ કેજે સતત યાત્રિકો ના સંપર્ક માં આવતા તેવા કર્મચારીઓ ના કોરોના ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી છે

દાંતા તાલુકા માં 140 કેસ પોઝેટીવ છે જેમાં 49 કેસ માત્ર અંબાજી ના જ છે ને હજી અંબાજી માં ટેસ્ટ ની કામગીરી વેગવંતી બનાવામાં આવી છે દાંતા તાલુકા નું 10 જેટલી પીએચસી ના 95 જેટલા હેલ્થ વર્કરો આ કોરોના ની કામગીરી માં કરી રહ્યા છે

loading…

અંબાજી પંથક માં જે રીતે કોરોના ના કેસો સતત વધી રહ્યા છે ત્યારે તાલુકા આરોગ્ય અધિકારી ડો.તુષાર ત્રિવેદી એ પણ યાત્રિકો ને અપીલ કરતા જણાવ્યું છે કે અંબાજી જતા યાર્ત્રીકો સંપૂર્ણ સ્વસ્થ ને માસ્ક તેમજ સેનિટાઇઝર સાથે જ પ્રવાસ કરે અને જેમને તાવ શરદી ખાંસી હોય તેવા લોકો હાલ અંબાજી જવાનું ટાળે તેમ જણાવ્યું છે