AUSvsIND edited

AUSvsIND:હાર્દિક અને જાડેજાના દમદાર પ્રદર્શને અંતિમ વનડેમાં ભારતને અપાવી જીત

AUSvsIND edited

અમદાવાદ, 02 ડિસેમ્બરઃ ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં અંતિમ વનડેમાં ભારતે 13 રનથી જીત મેળવી છે. હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની શાનદાર અડધી સદી બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે અહીં રમાયેલી ત્રણ મેચોની સિરીઝની અંતિમ વનડેમાં યજમાન ઓસ્ટ્રેલિયાને 13 રને પરાજય આપી વ્હાઇટવોશ ટાળ્યો છે.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 302 રન બનાવ્યા હતા. જેની સામે કાંગારૂ ટીમ 49.2 ઓવરમાં 289 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની વનડે સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. હવે બંન્ને ટીમો વચ્ચે 4 ડિસેમ્બરથી ત્રણ મેચોની ટી20 સિરીઝનો પ્રારંભ થશે.