7407c3defbd08fb25d56b10c570c3f39 edited

ભારતમાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈએ આઠ મેદાન શોર્ટલિસ્ટ કર્યા, જેમાં અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ સામેલ

7407c3defbd08fb25d56b10c570c3f39 edited

નવી દિલ્હી,24 ડિસેમ્બરઃ આવનારા વર્ષમાં ભારતમાં ટી20 વર્લ્ડ કપ યોજાશે ત્યારે બીસીસીઆઈએ મેદાન શોર્ટલિસ્ટ કર્યા છે. અમદાવાદ સહિત આઠ શહેરોમાં ટી20 વર્લ્ડકપ 2021ની મેચો રમાશે તેવા અહેવાલો છે. નોંધનીય છે કે, આગામી વર્ષે ભારત ટી20 વર્લ્ડ કપ્ની યજમાની કરી રહ્યું છે અને બીસીસીઆઈ તેના માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.


ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ 2020 અને 2021માં ટી20 ફોર્મેટમાં બે મોટી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. 2020માં વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમવાનો હતો પરંતુ કોરોનાના કારણે આ વર્લ્ડ કપ્ને 2022 સુધી સ્થગિત કરવામાં આવ્યો છે જ્યારે 2021માં યોજાનાર ટૂનર્મિેન્ટ અગાઉના આયોજન અનુસાર ભારતમાં જ રમાશે. બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટેની તૈયારીના ભાગરૂપે અમદાવાદ, બેંગલોર, ચેન્નઇ, દિલ્હી, મોહાલી, ધર્મશાળી, કોલકાતા અને મુંબઈ ખાતે આવેલા સ્ટેડિયમ પસંદ કરવામાં આવ્યા છે.

whatsapp banner 1

જો કે બોર્ડના કેટલાક સભ્યો આ પસંદગીથી નાખુશ હોવાના અહેવાલો છે કારણ કે, તેઓ ઇચ્છે છે કે મેચ રમાડવા માટે કેટલાક અન્ય સ્થળ માટે પણ વિચારણા કરવામાં આવે. 24 ડિસેમ્બરે બોર્ડની એજીએમ યોજાવાની છે તેમાં આ મુદ્દે પણ ચર્ચા શકે છે.

મળેલી માહિતી અનુસાર, એક સભ્યે જણાવ્યું હતું કે વર્લ્ડ કપ્ની મેચોનું આયોજન દરેક શહેર માટે ગૌરવની વાત છે. અમારી પાસે પણ ઉચ્ચ સ્તરનું સ્ટેડિયમ અને સુવિધાઓ છે અને અમે ઇચ્છીએ છીએ કે બીસીસીઆઈ આ બાબત પર વિચારણા કરે. તેઓ કહે છે કે ભારતની મેચોને મોટા સેન્ટરો યોજે તે સામે તેમને વાંધો નથી પરંતુ તેમને કેટલીક મેચો તો ફાળવવી જોઈએ.


આ પણ વાંચો…

દેશના આ શહેરમાં બનવા જઇ રહ્યું છે ડાકુઓનું અનોખુ મ્યુઝિયમ!