BJP flag

BJP Candidates for Rajya Sabha Elections: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે અન્ય બે ઉમેદવારોના નામ કર્યા જાહેર

BJP Candidates for Rajya Sabha Elections: બાબુભાઈ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી

ગાંધીનગર, 12 જુલાઈઃ BJP Candidates for Rajya Sabha Elections: ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અન્ય બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બાબુભાઈ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ વિદેશમંત્રી એસ જયશંકર ફૉર્મ ભરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે આ મહિનાની 24 તારીખે ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો… Guj Highcourt Order: બિસ્માર રોડ, ભુવા અને રખડતાં ઢોર મામલે HCએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો