Gujarat High Court

Guj Highcourt Order: બિસ્માર રોડ, ભુવા અને રખડતાં ઢોર મામલે HCએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, વાંચો…

Guj Highcourt Order: રાજ્યની 156 પાલિકા, 8 મનપામાં રખડતા ઢોરને લઈ નીતિ બનાવવા હાઈકોર્ટે આદેશ કર્યો

અમદાવાદ, 12 જુલાઈઃ Guj Highcourt Order: અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ જાહેર માર્ગ બિસ્માર થયા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં તો રોડની વચ્ચોવચ્ચ મસમોટા ભુવાઓ પડ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ સાથે શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. આ મુદ્દાઓ પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે હેઠળ હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે.

રખડતાં ઢોરના કારણે થતા મોત અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી

હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે, બિસ્માર રોડ, ભુવા અને રખડતાં ઢોર અંગે વારંવાર આદેશ કરવા છતાં શહેરમાં આ સમસ્યાઓ હાલ પણ યથાવત છે. કોર્ટના અવલોકનમાં જમીન પર યોગ્ય કામગીરી ન થતી હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં રખડતાં ઢોરના કારણે થતા મોત અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્યની 156 પાલિકા, 8 મનપામાં રખડતા ઢોરને લઈ નીતિ બનાવવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ સાથે રોંગ સાઇડ ચાલતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ કર્યો છે.

આ મામલે હવે હાઈકોર્ટ આગામી 18 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે. જણાવી દઈએ કે, હાઈકોર્ટમાં અરજદારે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે રસ્તાની ગુણવત્તાની તપાસમાં ખામી સામે આવી છે.

આ પણ વાંચો… Organ donation at Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં ચાર અંગદાન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો