Vaccination wr

Booster dose at Railway Hospital Sabarmati: મંડળ રેલવે હોસ્પિટલ સાબરમતીમાં કોવિડ 19 સામે રક્ષણ માટે બૂસ્ટર ડોઝ લગાવવાની શરૂઆત.

અમદાવાદ, ૧૧ જાન્યુઆરીઃ Booster dose at Railway Hospital Sabarmati: અમદાવાદમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની સાબરમતી સ્થિત મંડળ રેલવે હોસ્પિટલ ખાતે કોવિડ-19ના નિવારણ માટે બૂસ્ટર ડોઝ શરૂ કરવામાં આવ્યો છે.

મંડળ  રેલ પ્રબંધક તરૂણ જૈન માહિતી આપતાં જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મંડળના  રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને કોવિડ-19ના ચેપને રોકવા માટે, સાબરમતીની મંડળ રેલ હોસ્પિટલ ખાતે 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો, ફ્રન્ટલાઈન કામદારો અને તબીબી કર્મચારીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે

ડિવિઝનલ રેલ્વે મેનેજર જૈને તમામ કર્મચારીઓને કોવિડ 19 ના ચેપથી બચાવ હેતુ માસ્કનો ઉપયોગ, હેન્ડ સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ભારત સરકાર દ્વારા જારી કરાયેલ કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવા અને તમામ તબીબી કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને બૂસ્ટર ડોઝ લગાવવાની સલાહ આપી.

આ પણ વાંચો…માસ્કનું મહત્વ: (The importance of the mask) ૨૦ મહિનાથી કોરોના સામેની લડતમાં અડીખમ હોવા છતા સંક્રમણથી બચી શક્યા કોવિડ બડીસ(મિત્રો)

Whatsapp Join Banner Guj