cadila cmd rajiv modi given clean chit

Cadila CMD Rajiv Modi Get Clean Chit: કેડિલાના રાજીવ મોદીને દુષ્કર્મ કેસમાં ક્લીન ચીટ, વાંચો વિગત

Cadila CMD Rajiv Modi Get Clean Chit: રાજીવ મોદી અગાઉ 15મી ફેબ્રુઆરીએ સોલા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવી ચૂક્યા છે.

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ Cadila CMD Rajiv Modi Get Clean Chit: અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી ફરિયાદમાં સામે તેમને કલીનચીટ મળી છે. આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં યુવતી હાજર ન થતા અને પુરાવના અભાવે પોલીસે કોર્ટમાં એ સમરીનો રિપોર્ટ ફાઈલ કર્યો છે. રાજીવ મોદીને ક્લીનચીટ મળી ગઈ છે.

રિપોર્ટમાં રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ લગાવેલ આરોપ પ્રમાણે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજીવ મોદી અગાઉ 15મી ફેબ્રુઆરીએ સોલા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Manohar Joshi Pass Away: મહારાષ્ટ્રના પૂર્વ CM અને શિવસેનાના પ્રથમ CM નેતા મનોહર જોશીનું થયું નિધન, બાળઠાકરેના હતા વિશ્વાસુ

નોંધનીય છે કે દુષ્કર્મની ફરિયાદ બાદ રાજીવ મોદી પોલીસ સ્ટેશનમાં હાજર થયા ન હતા. પછી તેમને બે વખત નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ 15 ફેબ્રુઆરીએ પહેલીવાર પોલીસ સમક્ષ હાજર થયા હતા. ફરિયાદ બાદ તેઓ ઘણા સમયથી પોલીસ પકડથી દુર હતા.

પરંતુ છેવટે હાજર થયા તેમની પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સોલા પોલીસે તેમનું નિવેદન નોંધ્યું હતું. પૂછપરછ દરમિયાન રાજીવ મોદીએ તમામ આરોપોને નકાર્યા હતા અને કંપનીના કામ અર્થે બહાર ગયો હોવાનું પણ જણાવ્યું હતું.