student edited 1

CBSEએ લીધો મહત્વનો નિર્ણય: હવે કોઇ નહીં થાય નાપાસ,ધોરણ 10ના વિદ્યાર્થી પણ થશે પાસ..!

CBSEમાં ભણતા કોઇ વિદ્યાર્થીનું વર્ષ બરબાદ નહીં થાય, નિર્ણય પાછળ છે મહત્વનું કારણ

ગાંધીનગર, 31 જાન્યુઆરીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના નવા નિયમો અંતર્ગત હવે દશમા ધોરણમાં કોઈ ફેલ નહીં થાય. બધા પાસ થઈ જશે. સીબીએસઈ(CBSE)માં ભણતા છોકરા-છોકરીઓ કોઈ સ્કિલમાં ઉત્તમ છે, તો ફક્ત એ આધાર પર ફેલ નહીં થાય, કે તેમને મૈથ્સમાં ઓછા નંબર આવ્યા છે. અથવા તો સાયન્સમાં ઓછા માર્ક્સ આવ્યા છે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે, વિદ્યાર્થીઓનું વર્ષ બરબાદ થતાં બચી જશે.

student edited 1

સ્કિલ ઈન્ડિયાને ધ્યાનમાં રાખતા સીબીએસઈ(CBSE) બોર્ડે એવો નિયમ બનાવ્યો છે. કેટલાય એવા વિદ્યાર્થીઓ હોય છે, જે ખાસ કરીને મૈથ્સ અથવા તો સાયન્સ જેવા વિષયોમાં ફેલ થતાં હોય છે. પણ તેઓ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ, કમ્પ્યુટક અથવા તો કોઈ સ્કિલમાં ખૂબ જ સારા હોય છે. આવા સમયે ફક્ત એક અથવા બે વિષયમાં સારા નહીં હોવાના કારણે તેમને ફેલ કરવામાં આવશે નહીં.

Whatsapp Join Banner Guj

સીબીએસઈ(CBSE)ના આ નિર્ણયથી એવા વિદ્યાર્થીઓને ફાયદો થશે, જે ટેલેન્ટેડ હોવા છતાં પણ અભ્યાસમાં નબળા હોવાના કારણે ફેલ થતાં હોય છે. અત્યાર સુધીમાં આવી સ્કિલ ધરાવતા બાળકો સાઈડમાં થઈ જતા હતાં. પણ હવે તે અભ્યાસ ઉપરાંત પોતાની સ્કિલના જોરે આગળ વધી શકશે.

સીબીએસઈ(CBSE) તરફથી નક્કી કરાયેલા સ્કિલ બેસ્ડ લર્નિગ પ્રોગ્રામમાં સ્ટૂડેંટ્સની રૂચિ વર્ષોવર્ષ વધતી જાય છે. 2020માં જ્યાં 20 ટકા વિદ્યાર્થીઓની સ્કિલ બેસ્ડ સબ્જેક્ટ્સને પસંદ કર્યા હતા, તો વળી 2021માં તેની ટકાવારી 30 થઈ ગઈ હતી. એટલે કે, વિદ્યાર્થીઓની ઈચ્છા સ્કિલ ડેવલેપમેન્ટ તરફ વધી રહી છે.

આ પણ વાંચો….

tal sankut choth: 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ગોરી-ગણેશનો સંયોગ બનવાની તિથિ, વાંચો પૂજાનું મહત્વ સાથે વિધિ વિધાન