468fea1ff1769e495305a30b3372d110ae856f3079de77f9bbf0af366dc835bd

સારા સમાચારઃ અદાર પૂનાવાલાએ ત્રીજી વેક્સીન(Vaccine) વિશે કરી જાહેરાત, જૂન 2021 સુધીમાં લોન્ચ થશે!

જ્યાં દુનિયા પહેલી વેક્સીન(Vaccine) બનાવવામાં સફળ નથી થઇ શકી ત્યાં ભારતમાં કોરોનાની ત્રીજી વેક્સીન પણ તૈયાર થઇ રહી છે

468fea1ff1769e495305a30b3372d110ae856f3079de77f9bbf0af366dc835bd

નવી દિલ્હી, 31 જાન્યુઆરીઃ કોરોના મહામારી વિરુદ્ધ ભારત હવે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યુ છે. અહીં દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે, એવામાં દેશને કોરોના સંક્રમણ સામે ત્રીજી વેક્સીન(Vaccine) પણ મળે એવી આશા જાગી છે. આ મુદ્દે સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, તેમની કંપની કોરોના વાયરસની બીજી વેક્સીન આ વર્ષે જૂનમાં લોન્ચ કરી શકે છે. તેમના મુજબ આ વેક્સીનને મંજૂરી મળતાં જ દેશને કોરોના વાયરસની ત્રીજી વેક્સીન મળી જશે.

પૂનાવાલાએ આ અંગે જણાવ્યું હતું કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટ નોવાવેક્સ વેક્સીન(Vaccine)નું ટ્રાયલ કરી રહી છે અને તેના પરિણામ ઘણા પ્રભાવશાળી આવ્યા છે. ભારતમાં નોવાવેક્સ વેક્સીનના ટ્રાયલ માટે પ્રક્રિયા શરૂ કરેલ છે, જે પછી આશા છે કે, જૂન 2021 સુધી વેક્સીન લોન્ચ થઇ જશે.

Whatsapp Join Banner Guj

હાલ પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની સ્વદેશી વેક્સીન (Vaccine)કોવાક્સીન દેશભરમાં લોકોને લગાવવામાં આવી રહી છે. હાલમાં ભારતમાં ત્રણ વેક્સીન સિવાય અન્ય ચાર વેક્સીન(Vaccine) તૈયાર કરવામાં આવી રહી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ તેના પહેલા તબક્કાની શરૂઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…

CBSEએ લીધો મહત્વનો નિર્ણય: હવે કોઇ નહીં થાય નાપાસ,ધોરણ 10ના વિદ્યાર્થી પણ થશે પાસ..!