tal sankut choth: 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ગોરી-ગણેશનો સંયોગ બનવાની તિથિ, વાંચો પૂજાનું મહત્વ સાથે વિધિ વિધાન

તલ સંકષ્ટી ગણેશ ચોથ(tal sankut choth)ના દિવસે ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી જીવનમાં આવતા બધા જ કષ્ટોને દૂર

ધર્મ દર્શન, 31 જાન્યુઆરીઃ આજના દિવસે એટલે કે પોષ મહિનાના વદ પક્ષની ચોથ તિથિને તલ સંકષ્ટી ગણેશ ચોથ(tal sankut choth)નું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી જીવનમાં આવતા બધા જ કષ્ટોને દૂર કરવામાં મદદ મળે છે. આ પર્વમાં ગણેશજીને તલ અને ગોળના લાડવાથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે અને પ્રદાસન સ્વરૂપે ગ્રહણ કરવાની પરંપરા છે, એટલે જ તેને તિલકુટા કે તલ ચોથ પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે કાર્તિકેય સાથે પૃથ્વીની પરિક્રમા કરવાની સ્પર્ધામાં ગણેશજીએ પૃથ્વીની જગ્યાએ ભોળાનાથ અને માતા પાર્વતીની સાત વખત પરિક્રમા કરી હતી.

tal sankut choth

જ્યોતિષ અનુસાર, 31 જાન્યુઆરી, રવિવારે તૃતીયા તિથિ સાંજે સૂર્યાસ્ત સુધી રહેશે તે પછી ચોથ તિથિ (tal sankut choth) શરૂ થઇ જશે. જે બીજા દિવસે સૂર્યાસ્ત સુધી રહેશે. આ દિવસે એટલે ચોથ તિથિમાં જ ચંદ્ર ઉદય થશે. ગ્રંથોમાં જણાવ્યું છે કે તૃતીયા તિથિ સાથે આવતી ચોથમાં જ વ્રત અને પૂજા કરવી જોઇએ. કેમ કે, તૃતીયાના સ્વામી ગૌરી એટલે દેવી પાર્વતી અને ચોથના ગણેશજી છે. એટલે ગૌરી-ગણેશના શુભ સંયોગમાં કરવામાં આવતી પૂજા અને વ્રતથી સૌભાગ્ય વધે છે. આ સંયોગના પ્રભાવથી મનોકામના પણ પૂર્ણ થાય છે.

સમયઃ ચોથ તિથિ 31 જાન્યુઆરી, રવિવારે લગભગ રાતે 8.20 વાગ્યાથી શરૂ થશે. ચંદ્ર લગભગ રાતે 8.40 વાગે જોવા મળશે. આ તિથિમાં ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય આપવું જોઇએ. ચોથ તિથિ બીજા દિવસ એટલે 1 ફેબ્રુઆરીએ સાંજે લગભગ સાડા 6 વાગે પૂર્ણ થઇ જશે.

પૂજા વિધિઃ સંકટ ચોથના દિવસે માટીથી ગણેશ બનાવો અને પૂજા કરો. આ દિવસે ગણેશજીને પીળા કપડા પહેરાવો. સાંજે ચંદ્રને જળ આપીને વ્રત પૂર્ણ કરી લો. તલ અને ગોળનો ભોગ ધરાવો. પ્રસાદમાં ગોળ અને તલ આપો.

Whatsapp Join Banner Guj

મહત્વઃ આ દિવસે માતા પોતાના બાળકો માટે વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે જે બાળકો ગંભીર રોગથી પીડિત હોય છે, તેમના માટે જો માતા આ દિવસે વ્રત રાખે તો લાભ મળે છે. ત્યાં જ આ વ્રત બાળકોને ખરાબ નજરથી પણ બચાવે છે. આ દિવસે વ્રત રાખવાથી બાળકોના જીવનમાંથી અનેક પ્રકારના સંકટ દૂર રહે છે. સંકષ્ટી ચોથ(tal sankut choth)નું વ્રત જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. ત્યાં જ આ વ્રતને સંતાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. માતા દ્વારા રાખવામાં આવતું આ વ્રત બાળકોના અભ્યાસમાં આવતા વિઘ્નોને પણ દૂર કરનાર માનવામાં આવે છે. બાળકો ઉપર ભગવાન ગણેશજીની કૃપા અને આશીર્વાદ બની રહે છે. આ દિવસે માતા પોતાના બાળકો માટે નિર્જળા વ્રત પણ રાખે છે. આ દિવસે ભગવાન ગણેશને તલ, ગોળ અને શેરડીનો ભોગ ધરાવવામાં આવે છે.

આ પણ વાંચો…

Budget session: ખેડૂત આંદોલન વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક ફોનનો જ અંતર છે..!