Cleanliness campaign KVK gir somnath

Cleanliness campaign: કૃષિ વિજ્ઞાન કેંદ્ર ગીર સોમનાથ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાઇ

Cleanliness campaign: ૬૦૦થી વધુ લોકોને આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા.

ગીર સોમનાથ, 31 ઓક્ટોબર: Cleanliness campaign: સમગ્ર ભારતમાં આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવ અંતર્ગત બીજી ઓક્ટૉબર ૨૦૨૨થી દેશના રાષ્ટ્ર્રપિતા એવા મહાત્મા ગાંધીની જન્મ જયંતીથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે કેવીકે ગીર સોમનાથ દ્વારા પણ આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે ખેડુતો, ખેત મહિલાઓ,વિધ્યાર્થિઓ તથા ગ્રામ્યજનોને સાથે રાખીને આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયાસો વિવિધ પ્રવૃતિઓ જેવી કે સ્વચ્છતા પ્રતિજ્ઞા, શેરીની સફાઇ, ગામની સફાઇ, વક્તૃત્વ સ્પર્ધા, કેવીકેની સફાઇ,જાહેર સ્થળની સફાઇ વગેરે જેવા મહ્તવના વિષયો દ્વારા અત્યાર સુધીમાં અંદાજીત ૬૦૦થી વધુ લોકોને આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા.

આ સ્વચ્છતા અભિયાન (Cleanliness campaign) ૨જી ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૨ સુધી અવિરતપણે સક્રિય હોઇ વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાયા હતા અને કેવીકેના આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં સૌ કોઇ સહભાગી થયા હતા. તેવી વિગત કેવીકેના વિષય નિષ્ણાંત પૂજા બેન નકુમ દ્વારા આપવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવામાં કેવીકેની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો..KIIT chhath puja: KIIT યુનિવર્સિટીમાં હર્ષોલ્લાસ સાથે છઠ પર્વની ઉજવણી, વિશેષ કાર્યક્રમનું આયોજન

Gujarati banner 01