Screenshot 20200501 114452 01

મારું ગામ કોરોના મુક્ત ગામ નો સંકલ્પ પ્રત્યેક સરપંચ કરે:મુખ્ય મંત્રીશ્રી

img 20200501 wa00086827642101605244743
મુખ્યમંત્રીશ્રી સરપંચોની સાથે વીડિયો કોંફ્રેન્સ

મુખ્ય મંત્રીશ્રી નું ગુજરાત સ્થાપના દિવસે આદિજાતિ પંચમહાલ ના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદ માં પ્રેરક આહ્વાન
પંચમહાલ ના 467 ગામોને કોરોના મુક્ત બનાવવા સરપંચો એ કર્યો સામૂહિક સંકલ્પ
માસ્ક અવશ્ય પહેરીશ- વારંવાર સાબુથી હાથ ધોઈશ દો ગજ કી દૂરી નો સંકલ્પ થી કોરોના સંક્રમણથી બચવા પ્રતિબદ્ધ થવા ગ્રામીણ નાગરિકો ને વિજય ભાઈ રૂપાણી ની અપીલ

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ 60 માં ગુજરાત ગૌરવ દિવસનો પ્રારંભ આદિજાતિ બાહુલ્ય વિસ્તાર પંચમહાલ ના ગામોના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદ થી કર્યો છે.
મુખ્યમંત્રીશ્રી એ વર્તમાન કોરોના વાયરસ નું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં અટકાવવા દરેક સરપંચ મારું ગામ કોરોના મુક્ત ગામ એવો સહિયારો સંકલ્પ કરે તેવું આહ્વાન કર્યું છે.
મુખ્ય મંત્રી ના આહ્વાન ને પ્રતિસાદ આપતા પંચમહાલ જિલ્લા ના તમામ 467 ગામોના સરપંચોએ પોતાના ગામને કોરોના મુક્ત રાખવા નો અને કોરોના સામે લડવાના સરકારના નિયમોને અનુસરવા નો સંકલ્પ કર્યો હતો.
તેમણે આ સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એ જે અભિગમ અપનાવ્યો છે અને ગામ ના પ્રવેશ દ્વાર પર ચોકીઓ શરૂ કરી છે અને ગામમાં આવનારા તથા બહાર જનારા સૌ નું મૂવમેન્ટ રજીસ્ટર રાખવામાં આવે છે તેને અન્ય ગામો અનુસરે તેવી અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સરપંચોને પ્રેરણા આપતા કહ્યું કે દરેક સરપંચ પોતાના ગામમાં સંકલ્પ કરાવે કે હરેક વ્યક્તિ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે વારંવાર સાબુથી હાથ ધોવે તેમજ એક બીજા થી દો ગજ કી દુરી રાખી સંક્રમણ થી બચે.


વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસ જીવલેણ નથી એટલે એનાથી ડરવા ની નહિ એની સામે લડવાની સજજતા કેળવવા અનુરોધ કર્યો હતો.
તેમણે આ વાયરસ ના સંક્રમણ નું જોખમ ખાસ કરીને વૃદ્ધો ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓ માં વિશેષ હોય છે એટલે આવા વડીલો ની ખાસ કાળજી લેવા અને ઘર બહાર ન નીકળે તેની પણ તાકીદ કરી હતી.
પ્રસૂતા બહેનો અને સગર્ભા માતાઓ ની આરોગ્ય કાળજી માટે પણ મુખ્યમંત્રીશ્રી એ સૂચવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી એ ગામમાં લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારતા ઉકાળા વિતરણ કરવા તેમજ હાલ ની સ્થિતિમાં મેળાવડાઓ ધાર્મિક કાર્યક્રમો ના યોજાય કે વધુ લોકો ભેગા ન થાય તેની પણ કાળજી લેવા અનુરોધ કર્યો હતો.
શ્રી વિજય ભાઈ રૂપાણીએ લોકોને અફવાઓથી દુર રહેવા ની તાકીદ કરી હતી.

img 20200501 wa00115011358460026025866
વીડિઓ કોંફ્રેંન્સથી મુખ્યમંત્રી શ્રી સરપંચો સાથે વાત કરતા

મુખ્ય મંત્રીશ્રીએ કોરોના વાયરસ ને કારણે લોક ડાઉન ની સ્થિતિમાં રાજ્યના ગરીબ અંત્યોદય NFSA અને મધ્યમ વર્ગીય પરિવારો ને એપ્રિલ માસમાં વિના મૂલ્યે અનાજ વિતરણ બાદ હવે ગુજરાત સ્થાપના દિવસ ની ભેટ રૂપે મે મહિના માટે પણ મધ્યમ વર્ગીય એ.પી એલ 1 61 લાખ પરિવારોને ફરી વાર વિના મૂલ્યે અનાજ વિતરણ આગામી 7 મી મે થી થવાનું છે તેની વિગતો ગ્રામીણ સરપંચોને આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ ગામોમાં મનરેગા ના કામો અને સુજલામ સુફલામ્ ના કામો શરુ કરી લોકોને રોજગારી મળે તેમજ આગામી ચોમાસા પહેલા તળાવ ચેક ડેમ ઊંડા કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે પણ સરપંચોને માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી વિજય ભાઈ રૂપાણી એ સમળકુવા ગુંદેવડી જબાન રજાઈતા મોરા સાથરોટા અને રામેસરા એરાલ ખડકી
ચાંચપુરા વગેરે ગામોના સરપંચો પાસેથી તેમના ગામોની કોરોના સામેની લડાઇ માં ગામમાં સેનીતાઇઝેશન માસ્ક વિતરણ લોક ડાઉન નું પાલન ગામોમાં અવરજવર નું રજીસ્ટર નિભાવણી ની વિગતો મેળવી હતી.
આ સરપંચો એ મુખ્યમંત્રીશ્રી તરફથી છેક ગ્રામીણ વિસ્તાર સુધી કોરોના વાયરસ સંક્રમણ સામે જાગૃતિ કેળવવા જે સીધી વાતચીત અને માર્ગ દર્શન આપવામાં આવે છે તેની પ્રસંશા કરી હતી.
આ સરપંચો એ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી સામે લેવાયેલા આરોગ્ય લક્ષી પગલાંઓ તેમજ લોક ડાઉન ના સમયમાં કોઈ ને ભૂખ્યા સૂવું ના પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણની સંવેદના માટે મુખ્ય મંત્રીશ્રી નો અને રાજ્ય સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.