60 વર્ષથી વધુ વય ધરાવતા વડીલોને ધ્યાનમાં રાખીને રાજ્યના સીએમ(CM Vijay rupani) કરી મહત્વની જાહેરાત, જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું…

CM Vijay rupani

ગાંધીનગર, 23 માર્ચઃ હાલ રાજ્યમાં સિનિયર સિટીજનોનું રસીકરણ ચાલી રહ્યું છે. જેના નિયમોમાં વ્યક્તિએ પોતાનુ આધાર કાર્ડ લઇને જવાનું રહે છે. આધાર કાર્ડ બતાવ્યા બાદ જ તેમને કોરોનાની રસી આપવામાં આપવામાં આવે છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી(CM Vijay rupani)નો વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય લીધો છે. રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪પ વર્ષથી વધુની વયના અને કોમોરબીડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે.

ADVT Dental Titanium


મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા ૬૦ વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ થી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદનાથી આ નિર્ણય કર્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

કોર્ટે પાણીપુરીવાળા(Panipurivala)ને 10 લાખ રુપિયાનો દંડ અને એક વર્ષની સજા સંભળાવી, જાણો શું છે કારણ?