Congress parivartan yatra

Congress parivartan yatra: અમદાવાદમાં મતદારોને રીઝવવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા

Congress parivartan yatra: અમદાવાદમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રાને મળ્યુ જનતાનું જોરદાર પ્રતિસાદ

અમદાવાદ, ૦૮ નવેમ્બર: Congress parivartan yatra: વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તનનો પવન ફૂંકવા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામા આવી રહી છે અમદાવાદમાં વિશાળ પરિવર્તન યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા હજારો કાર્યકરો પરિવર્તન રેલીમાં જોડાયા હતા.

કોંગ્રેસના દરિયાપુરના ધારસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનમાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સર્વત્ર અત્યારે અરાજકતા અને ડરનો માહોલ છે. સરકારની અને ભાજપની મનમાની સામે જનતા લાચાર બની ગઈ છે.

એક તરફ બેકારીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે બીજી તરફ ઈ-મેમો, હેલ્મટ કે અન્ય અવનવા નવા-નવા ગતકડાઓ થકી સરકાર જનતાને ખુલ્લે આમ લૂંટી રહી છે. આટલું ઓછું હોય તેમ ખાદ્ય પદાર્થોથી માંડીને પેટ્રોલ-ડીઝલ સુધી તમામ ચીઝ વસ્તુઓના ભાવ રોકેટ ગતિએ વધતા જ રહે છે. મોંઘવારીના વિષચક્રમાં મજૂરથી માંડીને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. ખેત ઉત્પાદનનાં પૂરતા ભાવો મળતા નથી.

ગ્યાસુદ્દીન શેખે કહ્યુ કે, ખાતરથી માંડીને ખેત ઓઝાર સુધી તમામ વસ્તુઓના ભાવો ડબલથી પણ વધારે થઈ જવાથી ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આવી જ દયનીય હાલત નાના ઉદ્યોગકારો અને વેપારીઓની છે. જી.એસ.ટી.નાં ગાળીયામાં ફસાયેલો વેપારી વર્ગ અને નાના ઉદ્યોગકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. છતાંય ભાજપ સરકાર લાખો-કરોડોના ખર્ચ કરીને વાહ-વાહ કરવામાંથી બાકાત રહેતી નથી. જેથી સામે કોંગ્રેસની પરિવર્તન યાત્રાએ ખુલ્લો જંગ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: Yuvraj Singh Jadeja statement: ગુજરાતના યુવાનોને એકજૂટ કરી શકાય એના માટે સ્ટાર પ્રચારક તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે: યુવરાજસિંહ જાડેજા

Gujarati banner 01