pradip sinh jadeja vdr

Corona Awareness Team: ડેસર તાલુકાના આરોગ્ય અમલદાર ડો. ખાને તાલુકામાં કોવીડની જાગૃતિ અને સારવારના વ્યવસ્થાપનની ઉમદા કામગીરી કરી

Corona Awareness Team: સ્વતંત્રતાના અમૃત પર્વે કોવિડની સારવાર અને રસીકરણમા શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લા આરોગ્ય તંત્રના ૬ આરોગ્ય યોદ્ધાઓ સન્માનિત

અમદાવાદ, ૧૭ અગસ્ત: Corona Awareness Team: કોવિડનો રોગચાળો માનવ આરોગ્યને જોખમમાં મૂકતી સદીની સહુથી મોટી કટોકટી છે. આ ચેપી રોગને કાબૂમાં લેવો અને રોગ પીડિતોની સારવાર કરવીએ સહુથી મોટો પડકાર હતો અને છે. અને રોગ પીડિતોની સન્મુખ રહીને અને સંક્રમણનું સહુથી વધુ જોખમ પોતાની જાત પર વહોરીને તબીબો અને આરોગ્ય કર્મચારીઓએ ફરજ પરસ્તીનો ઉજળો દાખલો બેસાડ્યો છે. તેને અનુલક્ષીને તાજેતરમાં તા.૧૫મી ઓગસ્ટના રોજ આઝાદીના અમૃત પર્વના ૭૫ માં ધ્વજ વંદન સમારોહમાં વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રના ૬ આરોગ્ય યોદ્ધાઓ ઉમદા સારવાર સેવા અને કોરોના રસીકરણની વ્યાપક કામગીરી અને સમજાવટ માટે સન્માનિત કરવામાં આવ્યા.

covid team vdr

Corona Awareness Team: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ લોકોને સન્માન પત્ર અર્પણ કરતાં તેમની ઉજળી કર્તવ્યનિષ્ઠા અને આરોગ્ય સેવાઓને વખાણી હતી. સન્માનિતો પૈકી ડેસર તાલુકાના નવા શિહોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.એસ.એચ.ખાને કાર્યકારી તાલુકા આરોગ્ય અમલદાર તરીકે તાલુકામાં કોવીડના ઘેર રહીને સારવાર મેળવતા દર્દીઓની કાળજી, આ છેવાડાના તાલુકામાંથી ઉચ્ચ સારવારની જરૂરવાળા દર્દીઓને સાવલી અથવા વડોદરા મોકલવા, કોવિડને લગતી કામગીરીનું સુપર વિઝન ઇત્યાદિ ની ખૂબ વ્યાપક અને સંકલિત કામગીરી કરી છે.

આ પણ વાંચો: Irrigation water: ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રીના નિર્ણયથી 39 જળાશયો માંથી સાડા નવ લાખ એકરને સિંચાઇ પાણી મળે છે

વડોદરા તાલુકાના ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત અંપાડ પેટા આરોગ્ય કેન્દ્રના મહિલા આરોગ્ય કાર્યકર સમીમબેન બારોટે તાલુકામાં રસીકરણની સહુથી વ્યાપક કામગીરીની સાથે આર. સી. એચ.અને એમ.સી.એચ.ની ઉમદા કામગીરી કરી. કોવિડનો રોગચાળો જ્યારે ટોચે પહોંચ્યો ત્યારે કરજણ તાલુકામાં સુમેરુ નવકાર તીર્થના લોક સહયોગી કોવિડ કેર સેન્ટરમાં ૩૫૦૦ થી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી.તેની સાથે કોવિડ ટેસ્ટ કરવાની અને ફ્લૂ ઓપીડીની ખૂબ વ્યાપક કામગીરી થઈ જેમાં બચારના સી.એચ.ઓ. સ્નેહા દીપક અને કરજણ તાલુકા આરોગ્ય કચેરીના મહિલા આરોગ્ય કાર્યકર નિકિતા પરમારે ખૂબ સક્રિય યોગદાન આપ્યું.

Corona Awareness Team: આ તમામની ઉમદા સેવાઓની કદર સન્માન દ્વારા કરીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કાર્યનિષ્ઠાને પ્રોત્સાહિત કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન અને અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે આ કર્મયોગીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે કોરોનાના પડકારને પહોંચી વળવામાં આમ તો જિલ્લા આરોગ્ય તંત્રના તમામ કર્મયોગીઓએ સતત અને ખડેપગે સેવાઓ આપી છે. સન્માનીતોની સાથે સમગ્ર જિલ્લા આરોગ્ય પરિવાર ધન્યવાદ ને પાત્ર છે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો