Naaz Mansoori Nurse

માનવતા જ પહેલો ધર્મઃ પોતાની ફરજ બજાવવા રમજાનમાં રોઝા રાખીને સતત 60થી 80 કોરોના દર્દીઓની સેવા(corona patient Seva) કરી રહ્યાં છે ડો.નાઝ મનસુરી

  • corona patient Seva: કર્મ એજ ધર્મ” ના સિધ્ધાંતને ખરા સાર્થક કરતાં મહિલા ડો નાઝ મનસૂરી પવિત્ર રમજાન માસના ઉપવાસ સાથે કોરોના દર્દીઓની અવિરત સારવાર
  • વિસનગરના વતની ડો નાઝ મનસૂરી અમદાવાદ સિવિલમાં સેવા(corona patient Seva)ના ધર્મ સાથે કાર્યરત
  • રમજાન ઇદના પવિત્ર દિવસે સફળ ઓપરેશન કરી મારી ઇદની ઉજવણી સાર્થક થઇ: ડો. નાઝ

અહેવાલઃ અમિત ચૌહાણ

અમદાવાદ, 23 મેઃcorona patient Seva: રાષ્ટ્રના તમામ ધર્મોના ધર્મગ્રંથોમાં “કર્મ એ જ ધર્મ” ને મહત્વ આપ્યું છે. મહેસાણા જિલ્લાના વિસનગરના વતની અને હાલ અમદાવાદ સિવિલ ખાતે ફરજ બજાવતા મહિલા ડો નાઝ મનસુરીએ ધર્મ સાથે કર્મેને મહત્વ આપી કોરોના દર્દીઓની સેવા(corona patient Seva)માં સતત અડીખમ રહ્યા છે.વ્યવસાયે ગાયનેક એવા મહિલા ડો નાઝ મનસૂરી રમજાન માસના 30 દિવસમાં પવિત્ર ઉપવાસ સાથે કોરોના દર્દીઓની સારવાર અને સુશ્રુષા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.

corona patient Seva


રાજ્યમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં એમ.ડીનો અભ્યાસ કરતા મહિલા ડો નાઝ મનસૂરી કોરોના અનેક દર્દીઓને સારવાર કરી નવજીવન આપ્યું છે.કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં અમદાવાદ સિવિલમાં કાર્યરત ડો નાઝ મનસૂરી દર્દીઓની સેવા(corona patient Seva) સાથે પવિત્ર રમજાન માસનો ઉપવાસ પણ કર્યો હતો. મહિલા ડો.નાઝ મનસૂરી બી.જે મેડીકલના ગાયનેક વિભાગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.તેઓ કોરોના સમયમાં અમદાવાદ સિવિલમાં ફરજ બજાવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં પવિત્ર રમજાન માસ પણ આવ્યો હતો અને આ સમય દરમિયાન તેઓએ રમજાન માસના ઉપવાસ સાથે કોરોના દર્દીઓની પણ સેવા(corona patient Seva) કરી અન્ય કોરોના વોરીર્યસ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.


રમજાન માસના 30 દિવસના ઉપવાસ સાથે સતત કોરોના દર્દીઓની સારવાર કરી ડોક્ટરી ફરજ સુપેરે નિભાવી છે. કહેવાય છે દુનિયાનો સૌથી પવિત્ર વ્યવસાય ડોક્ટરનો છે અને ડોક્ટરો પણ વ્યવસાયના રૂપમાં નહિ પણ પવિત્ર ફરજ(corona patient Seva) સમજે છે. મહિલા ડો નાઝ મનસૂરીએ જણાવ્યું હતું કે ખુદાએ ડોક્ટર તરીકે મારી પસંદગી કરી સેવા કરવાની અનોખી તક આપી છે.આ તકને હું ધર્મ અને પવિત્ર ફરજ સમજી ખુદાના બંદાઓની સેવા કરી રહી છું .તેમણે ઉમેર્યું હતું કે ધર્મ સાથે કર્મ પણ મહત્વનો છે. આજે નાગરિકોને ડોકટરની જરૂરીયાત ઉભી થઇ છે અને આ સમયે હું દર્દીઓની સેવા ન કરી શકું તો હું મારા અંતરાત્માને જવાન ના આપી શકુ તેમ જણાવી “ દર્દીઓની સેવા મારો ધર્મ અને મારી નમાઝ છે” તેમ જણાવ્યું હતું. .તેમણે ઉમેર્યું હતું કે પિતા ડો ઇકબાલ મનસૂરી આ સમાજના પ્રથમ એમ.ડી ડોક્ટર બની ડો નાઝને પ્રેરણાબળ પૂરૂ પાડ્યુ છે.

corona patient Seva


મહિલા ડો નાઝ મનસુરીએ રમજાન માસમાં ઉપવાસ સાથે પીપીઇ કીટ તેમજ માસ્ક પહેરીને સવારથી દર્દીઓ સેવામાં અવિરત કામગીરી કરી હતી. કોરોના વોર્ડમાં દૈનિક 60 થી 80 દર્દીઓની ઓ.પી.ડી સાથે તેમની સારવાર કરી હતી.આ ઉપરાંત રમજાનના પવિત્ર દિવસે સફળ ઓપરેશન કરી ખરા અર્થમાં ઇદની ઉજણીને સાર્થક કરવાનું ગૌરવ ડો નાઝ અનુંભવી રહ્યા છે. કોરોના આ કપરા સમયમાં મહિલા ડો નાઝ મનસૂરી જેવા અનેક કોરોના વોરીયર્સ દર્દીઓની સેવા(corona patient Seva) કરી માનવધર્મ નિભાવી રહ્યા છે. રાજ્ય સહિત રાષ્ટ્રમાં મહિલા ડો નાઝ મનસૂરી જેવા તબીબોને કારણે આપણું રાષ્ટ્ર કોરોના મુક્ત રાષ્ટ્ર બનાવ તરફ પહેલ કરી રહ્યું છે.

આ પણ વાંચો….

covid pragnency: બીજા વેવમાં સગર્ભાઓને કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું, સફળ થઇ પ્રસૂતિ