જામનગર એસ.ટી.વિભાગના ૧૨ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

Jamnagar ST corona Test

રાજયમાં એસ.ટી.ના કર્મચારીના કોરોનાના ટેસ્ટ કરવાની પ્રથમ ઘટના જામનગર એસટી ડિવિઝનના 348 કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા 12 કર્મચારીઓ કોરોના પોઝીટીવ

અહેવાલ: જગત રાવલ , જામનગર

૦૫ સપ્ટેમ્બર,જામનગરમાં કોરોનાને લઇને એસ.ટી. તંત્ર દ્વારા એસ.ટી.ના ડ્રાઇવ કંડકટરો સહિતના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરવામાં આવેલ હતો. જેમાં 12 કર્મચારીઓ કોરોના સંક્રમીત મળી આવ્યા હતા.જામનગર એસ.ટી. ડિવિઝન મેનેજરે જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા કોરોનાને લઇને રેપીડ ટેસ્ટ કરવામાં સૌ પ્રથમ ડિવિઝન છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એસ.ટી.ડિવિઝન ખાતે કોરોના પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં એસ.ટી. ડિવિઝનના ડ્રાઇવર, કંડકટરો, વર્કશોપનો સ્ટાફ, વહીવટી સ્ટાફ સહિત કુલ 348 કર્મચારીઓના કોરોના અંગેના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 12 કેસો પોઝીટીવ મળી આવતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હજુ 76 કર્મચારીઓના રેપીડ ટેસ્ટ બાકી હોય તે અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

banner city280304799187766299