JMC protest

જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટ સામે હાઇકોર્ટમાં જવા વિપક્ષ ની ત્યારી…

JMC protest

મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટના વહીવટની સામે પૂર્વ વિરોધપક્ષના નેતા અસ્લમખલીજી દ્વારા ધરાણા પ્રદર્શન

નાણાકીય વહીવટ અને જનરલ બોર્ડમાં ખોટા જવાબો સામે તપાસની માંગ: ચીફ એકાઉન્ટન્ટના પ્રશ્ર્ને હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની ચિમકી

અહેવાલ: જગત રાવલ , જામનગર

૦૫ સપ્ટેમ્બર,જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલના ભ્રષ્ટાચારો સહિતના પ્રશ્ર્નોને લઇ જનરલ બોર્ડમાં પણ ખોટા જવાબ આપવા સહિતના મુદ્ પૂર્વ વિરોધપક્ષના નેતા અસ્લમ ખીલજીએ કમિશ્ર્નર ઓફિસની સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેને લઇને મહાનગરપાલિકામાં ભારે ચર્ચા જાગી છે.જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ દ્વારા સરકારના તમામ પરીપત્રને અવગણીને મહાનગરપાલિકાના પરીપત્ર તેમજ ફંડનું ટ્રાન્સર્પોટ કરવામાં આવે છે. જે સરકારના નિયમો છે તે તમામ નીતિ-નિયમોને અવગણીને મહાનગરપાલિકાની ગ્રાંટ વણ વપરાયેલી રકમ બેંકોમાં ડીપોઝીટ કરે છે. જેનાથી વ્યાજનું નુકશાન કરે છે.

JMC office 2

એટલુ જ નહી મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં જે પ્રશ્ર્નોતરી કાળ દરમ્યાન લેખિત, મૌખિક પ્રશ્ર્નોના જવાબ આપવામાં પણ ખોટી માહિતી સભ્યોને ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ દ્વારા આપવામાં આવે છે. તેવા આક્ષેપો મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા અને વોર્ડ.નં.12ના કોર્પોેરટ અસ્લમ ખીલજીએ કરતો પત્ર મહાનગરપાલિકાના કમિશ્ર્નરને કર્યો છે. તેઓએ પત્ર સાથે રાજય સરકારના પરીપત્રો અને આધાર પુરાવાઓ પણ રજૂ કર્યા છે.

banner city280304799187766299

જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સામે પૂર્વ વિરોધપક્ષના નેતા અસ્લમ ખીલજી દ્વારા કમિશ્ર્નર કચેરીની સામે ધરણા પ્રદર્શન કરેલ હતું અને તેઓએ ધરણા પ્રદર્શન દરમ્યાન ચીફ એકાઉન્ટન્ટના વિરોધમાં હાથમાં હોડિર્ગ સાથે દેખાવો કર્યા હતા અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન થાય તે રીતની કાર્ય પધ્ધતિ અંગે તપાસની માંગ કરી છે. વિશેષમાં પત્રમાં એ પણ જણાવ્યું છે કે, જનરલ બોર્ડમાં સભ્ય આનંદ ગોહિલ દ્વારા પ્રશ્ર્નોતરી કાળમાં પ્રાઇવેટ બેંકોના મામલે જે રજૂઆત થયેલ તેમા તપાસનો આદેશ કરાયો છે. જો તે તપાસનો રિર્પોટ શું આવ્યો છે. તે અંગે માહિતી માંગવામાં આવી હતી. પત્રના અંતમાં એવી ચિમકી પણ કોર્પોરેટર અસ્લમ ખલીજીએ આપી છે જો આજના ધરણા પછી પણ કમિશ્ર્નર દ્વારા ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલના વિરૂધ્ધમાં યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ન છુટકે હાઇકોર્ટના દરવાજા ખખડાવા પડશે.