Cororna case update: કોરોનાના નવાં ૨૮૩ કેસ નોંધાયા, અમદાવાદમાં અને રાજકોટમાં એક-એક દર્દીનું કોરોનાથી મૃત્યુ

Cororna case update:ગુજરાતમાં નવ મહિના બાદ કોરોનાના એક્ટિવ કેસો ત્રણ હજાર નીચે પહોંચ્યા, આજે રાજ્યમાં એક્વિટ કેસોની સંખ્યા ૨૯૫૬

Coronavirus SARS CoV 2 de CDC en Unsplash

ગાંધીનગર, 04 ફેબ્રુઆરીઃ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ પર કંટ્રોલ આવ્યો છે. ગુજરાતમાં નવ મહિના બાદ કોરોનાના એક્ટિવ કેસો ત્રણ હજાર નીચે પહોંચ્યા છે,  છેલ્લે ૨૭મી એપ્રિલે એક્ટિવ કેસો(Cororna case update)ની સંખ્યા ૨૯૯૨ હતી. ત્યારબાદથી રાજ્યાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૦૦૦ ઉપર જ રહી છે. આજે રાજ્યમાં કોરોનાના નવાં ૨૮૩ કેસ અને બે મોત નોંધાયા છે. આજની તારીખે રાજ્યમાં એક્વિટ કેસોની સંખ્યા ૨૯૫૬ છે. ઉલ્લેખનીય છે કે વેક્સિન આવ્યા બાદ, સંકટમાં ઘટાડો નોંધાયો છે.

Whatsapp Join Banner Guj

સૌથી વધુ કેસો વડોદરામાં ૭૦, અમદાવાદમાં ૫૨, રાજકોટમાં ૪૧ અને સુરતમાં ૩૮, જૂનાગઢમાં ૧૧, ગાંધીનગરમાં ૭, ભાવનગરમાં સાત કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં છ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે. આજે બોટાદ, ડાંગ,  પાટણ અને સુરેન્દ્રનગરમાં એકપણ કેસ નોંધાયો નથી.

આજે અમદાવાદમાં એક અને રાજકોટમાં એક એમ બે કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઆંક ૪૩૯૧ થયો છે.૨૮૩ નવાં કેસ સામે ૫૨૮ દર્દીઓ સાજાં થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ડિસ્ચાર્જનો કુલ આંક ૨,૫૫,૦૫૯ થયો છે. હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં ૨૯૫૬ કેસ એક્ટિવ છે. જે પૈકી ૨૮ કેસ વેન્ટિલેટર પર અને ૨૯૨૮ કેસ સ્ટેબલ છે. આજે ૯૨૪ કેન્દ્રો પર કુલ ૨૭,૦૬૫ વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો…

World Cancer Day: શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા લેવામાં આવ્યું, કેન્સર થી પીડિત દર્દીઓ પાસે કેન્સર સામે લડવા માટે સશક્તિકરણ કરવાનું સંકલ્પ