Night Curfew

સુરત અમદાવાદના નક્સેકદમ પર, હવે સુરતમાં પણ રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ(curfew in surat) લાગુ, શનિ-રવિ તમામ ફરવા લાયક સ્થળો રહેશે બંધ

curfew in surat

સુરત, 19 માર્ચઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અમદાવાદ બાદ સુરતમાં પણ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ(curfew in surat)ની જાહેરાત કરી દેવામાં આવી છે.

ગઇ કાલે સુરત મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આજથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે. એટલે કે આજથી આ નિયમ લાગુ પડી જશે. 9 વાગ્યાથી શહેરનાં તમામ એકમો બંધ કરી દેવાનાં રહેશે.

ADVT Dental Titanium

બેઠકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટ કરાયેલ ખાનગી કોવિડ-૧૯ હોસ્પિટલોની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા તથા રસીકરણ વગેરેને ધ્યાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ શની રવિ તમામ મોલ મલ્ટીપ્લેક્સ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવીહ તી. આ ઉપરાંત બીઆરટીએસ, એએમટીએસ અને બાગ બગીચાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતને આવરી લેતી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પણ તમામ પરીક્ષાઓ આગામી આદેશ સુધી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પરીક્ષાઓ મોકુફ કરી ચુકી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

One year Corona: ગયાવર્ષે આજના દિવસે જ અમદાવાદ સિવિલ ખાતે આવ્યો હતો કોરોનાનો પહેલો કેસ અને તંત્ર થયું હતું એલર્ટ- જાણો કોણ છે કોરોનાનો પહેલો દર્દી