Mohan Delkar 1

આ કારણે દમણ અને સેલવાસ(Daman and Silvassa)માં બંધનું એલાન સાથે 144ની કલમ લાગુ

Daman and Silvassa

દમણ, 22 માર્ચઃ સ્વ. સાંસદ મોહન ડેલકરના મોત મામલે બંને સંઘ પ્રદેશના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દિવસેને દિવસે આરોપીઓને સજા મળે તે માટે લોકો દ્વારા કેન્ડલ માર્ચ, પૂતળા દહન, રેલી યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ સ્વ. સાંસદ મોહન ડેલકરની માસિક પુણ્યતિથી હોવાથી દમણ અને સેલવાસમાં (Daman and Silvassa) બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને પગલે સવારથી જ દમણ અને સેલવાસમાં બંધની સંપૂર્ણ અસર જોવા મળી રહી છે.

ADVT Dental Titanium

સ્વ. સાંસદ મોહન ડેલકરના મોત મામલે દમણ અને સેલવાસમાં બંધના એલાનને લઇ લોકોએ સ્વંભુ દુકાનો, બાર- રેસ્ટોરન્ટ બંધ રાખ્યા છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. દમણ અને સેલવાસમાં (Daman and Silvassa) 144 ની કલમ પણ લાગુ કરવામાં આવી છે. ત્યારે બંધને સફળ બનાવવા અને સાંજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપવા લોકો આતુર બન્યા છે. પરંતુ પ્રસાસને આ કાર્યક્રમ નહીં યોજવા દેવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, મોહન ડેલકર (58) 1989થી દાદરા અને નગર હવેલી લોકસભા ક્ષેત્રની સાંસદ છે. તેઓ અહીંથી 7 વખત ચૂંટાયા છે. તેઓ 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ વર્ષ 2019ની ચૂંટણી પહેલા પાર્ટી છોડી દીધી અને અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી ચૂંટણી જીતી હતી.

આ પણ વાંચો…

બોલિવુડ એક્ટર હરમને(Harman Wedding) લીધા સાત ફેરા, એક સમયે પ્રિયંકા ચોપરાના ગડાડુબ પ્રેમમાં હતો…જાણો કોણ છે તેની દુલ્હન..! જુઓ ફોટોઝ