Deceased Who Died On US Canada Border

Deceased Who Died On US Canada Border: US-કેનેડાની બોર્ડર પર મૃત્યુ પામેલા તમામ ગુજરાતના ડીંગુચાના રહેવાસી હોવાની પૃષ્ટિ થઇ,

Deceased Who Died On US Canada Border: ભારતના હાઈકમિશને ગુરવારે આ અંગે આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકોની લાશની ઓળખ કરી લીધી

નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ Deceased Who Died On US Canada Border: યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસવા જતા ભારે ઠંડીના કારણે થીજી જવાથી મૃત્યુ પામેલા એક બાળક સહિતના ચારેય વ્યક્તિઓ ગુજરાતના ડીંગુચા ગામના હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી છે. આ અંગેની માહિતી તેણે ભારતના હાઈ કમિશને આપી છે.

ભારતના હાઈમિશને એક નિવેદનથી માહિતી આપી
ભારતના હાઈકમિશને ગુરવારે આ અંગે આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકોની લાશની ઓળખ કરી લીધી છે. તેઓના નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) છે.

મૃતક પરિવાર - Divya Bhaskar

RCMPએ 19 જાન્યુઆરીએ બોડી મળી આવી હોવાની માહિતી આપી હતી
ગત 19 જાન્યુઆરીએ મોનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ(RCMP) એ જણાવ્યું હતું કે અમેરિકા-કેનેડાની બોર્ડર નજીક મોનિટોબાના ઈમરસન વિસ્તારમાંથી બે બાળકો અને બે આધેડના બોડી મળી આવ્યા છે. ગેરકાયદેસર રીતે કેનેડામાંથી અમેરિકામાં ઘુસવા જઈ રહેલા આ ગુજરાતી પરિવારના સભ્યોની ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ થયું હતું. ઈન્ડિયાના હાઈકમિશને વધુમાં જણાવ્યું છે કે કેનેડાની ઓથોરિટીઝે મૃતકોની લાશની મેડિકલ તપાસ કરી હતી. અને તે તપાસમાં જણવા મળ્યું છે કે તમામ વ્યક્તિઓના મૃત્યું ઠંડીમાં થીજી જવાના કારણે થયા છે.

મોત મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની તપાસ ચાલુ
કલોલ તાલુકાના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના કેનેડાથી ગેરકાયદેસર અમેરિકા જતા રસ્તામાં ભારે બરફ વર્ષામાં માઇનસ 35 ડિગ્રીના વાતાવરણમાં થીજી જવાથી મોત થવાની ઘટનામાં ગુજરાત પોલીસ વડાએ સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. તેમાં પ્રાથમિક તપાસ શરૂ થઈ ગઈ છે અને ગામના તલાટી પાસેથી મૃતકોના નામની મતદારયાદી વગેરે દસ્તાવેજો લઈ તપાસ આદરી છે.

આ પણ વાંચોઃ Cold forecast: હવે ઠંડીનું જોર ઘટશે, આગામી 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ

કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 મૃતદેહ મળ્યા હતા અને આ ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતો એક પટેલ પરિવાર હોવાની વાત વહેતી થતાં એક ગુજરાતના મીડિયા હાઉસ દ્વારા કલોલના પટેલ પરિવારના મોભી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય સભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમે એમ્બેસીમાં સંપર્ક કરી રહ્યા છે. સોમવારે હકીકત જાણવા મળશે.

Gujarati banner 01