Dhairyrajsingh help money 2

જિનેટિક બીમારીથી પીડાતા ત્રણ માસના ધૈર્યરાજ સિંહ (Dhairyaraj Singh) માટે જામનગરના ઉદ્યોગપતિઓ ની સંવેદના

Dhairyaraj Singh

બાળક ધૈર્યરાજસિંહના (Dhairyaraj Singh)પરિવારને આર્થિક રીતે મદદરૂપ જય દ્વારકાધીશ મેટલ તથા હાઈટેક એક્સ્ટ્રુઝન દ્વારા રૂ. ૩.૬૨ લાખની સહાય અર્પણ કરાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨2 માર્ચ:
ગંભીર પ્રકારની જિનેટિક બીમારીથી પીડાતા મહીસાગર જિલ્લાના ત્રણ વર્ષીય બાળક ધૈર્યરાજસિંહ (Dhairyaraj Singh)ના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સમગ્ર દેશ આજે પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા આગળ આવ્યો છે. સોશિયલ મીડિયા, જાહેર માર્ગો તેમજ ડોર ટૂ ડોર કેમ્પઈન હાથ ધરી ગુજરાતના યુવાઓ ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.ત્યારે જામનગરના ઉદ્યોગપતિઓએ પણ આ બાળક માટે મદદનો હાથ લંબાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Whatsapp Join Banner Guj

શહેરના જી.આઈ.ડી.સી.દરેડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પ્રણામી સંપ્રદાયના સ્વામી કૃષ્ણમણીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં જય દ્વારકાધીશ મેટલના માલિક રાજુભાઈ ગાગીયા દ્વારા ધેર્યરાજસિંહ (Dhairyaraj Singh)ની મદદ માટે રૂ.૨.૫૧ લાખ તથા હાઈટેક એક્સ્ટ્રુઝનના માલિક વસંતભાઈ કટારીયા દ્વારા રૂ.૧.૧૧ લાખની આર્થિક મદદ જાહેર કરી જામનગર રાજપૂત યુવા સંઘને પોતાનો સહયોગ આપ્યો હતો.

ADVT Dental Titanium

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને તકલીફ કે આફતના સમયે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે ત્યારે ગુજરાતના આ બાળકને સારવાર મળી રહે તે માટે જામનગર તથા સમગ્ર રાજ્યના નાગરિકોને પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણીજી મહારાજે પણ લોકોને મદદરૂપ થવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, દાન એ સેવા છે અને આ સેવામાં દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. જામનગરના ઉદ્યોગપતિઓની આ પહેલ તેમની સેવાવૃત્તિ તેમજ ઉત્તમ માનવીય અભિગમ દર્શાવે છે.

આ પણ વાંચો…નવા કરદર વગરનું જામનગર મહાનગરપાલિકા નું બજેટ (JMC budget) સ્થાયી સમિતિ માં રજૂ કરાયું.