Dinesh sharma

Dinesh sharma resign: ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો, આ પૂર્વ નેતાએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું

Dinesh sharma resign: દિનેશ શર્મા પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે તેવી અટકળો

અમદાવાદ, 23 ફેબ્રુઆરી: Dinesh sharma resign: ગુજરાત કોંગ્રેસમાં નેતાઓના રાજીનામાની પ્રક્રિયા સતત જારી છે. કાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આ પછી આજે વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માએ પોતાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને રાજીનામું સોંપી દીધું છે.

આ પણ વાંચો: Candidate distributed gold coins to the voters: તમિલનાડુમાં એક ઉમેદવારે મતદાતાઓને સોનાના સિક્કા વહેંચ્યા. અને પછી થયું શું જાણવા જેવું..

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે દિનેશ શર્મા ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. તેમની સાથે અમદાવાદ કોર્પોરેશનના કેટલાક કોંગ્રેસી કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમણે બે દિવસ પહેલા જ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. દિનેશ શર્માનું પાર્ટીમાંથી રાજીનામું ગુજરાત કોંગ્રેસ માટે મોટું નુકસાન થઈ શકે છે.

Gujarati banner 01