Rahul 1

Dwarka Rahul Gandhi speech: દ્વારકા ખાતે રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, પક્ષ છોડનારાને કૌરવ ગણાવતા કહી આ વાત

Dwarka Rahul Gandhi speech: ગુજરાતમાં સત્તા માં બેઠેલા લોકો એ કોંગ્રેસનું નહિ ગુજરાતની જનતાનું ખુબ મોટું નુકશાન કર્યું: રાહુલ ગાંધી

દ્વારકા, ૨૬ ફેબ્રુઆરી: Dwarka Rahul Gandhi speech: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં હાજરી આપવા આજે દ્વારકા આવ્યા હતા. ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા રાહુલે દ્વારકાધીશના દર્શન કર્યા અને શીશ ઝુકાવી જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તે પછી દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત આવું છું ત્યારે ખૂબ સારું લાગે છે. દર વખત એ કંઈ નવું શીખવા મળે છે. કામ કરવાનો ઢંગ અનોખો છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત થી જન્મી છે. વિચારધારા અને વ્યુહરચનાત્મક દિશા પણ એક મહાન ગુજરાતી મહાત્મા ગાંધી એ આપી છે. રાહુલ ગાંધી એ પ્રશ્ન પૂછ્યો કે સત્ય ની લડાઈ લડવી છે કે અસત્ય ની? કૃષ્ણ ભગવાન મહાભારત નો પ્રસંગ જેમાં યુધ્ધ પહેલા અર્જુન અને દુર્યોધન મદદ માંગવા પહોચ્યાં ત્યારે પૂછવામાં આવ્યું કે કૃષ્ણ જોઈએ કે અક્ષણી સેના? હાલ એજ લડાઈ આપણે લડવાની છે કે આપણે સત્ય સમાન કૃષ્ણ જોઈએ છે કે અસત્ય?

Rahul gandhi 1

ચિંતન શિબિરમાં પૂ.મહાત્મા ગાંધીનું તૈલચિત્ર દર્શાવીને જણાવ્યું કે ભગવાન કૃષ્ણની જેમ પૂ. ગાંધીએ પણ સત્યની રાહ દેખાડી છે જે સાદગી પૂર્ણ હોય છે, જેને સીબીઆઈ, ઇડી, મીડિયા, ગુંડા બધા એ પક્ષમાં જાય ભલે રોજ નવા કપડાં પહેરે પણ આપડે સત્ય ની સાદગી પૂર્ણ લડાઈ ચાલુ રાખવા રાહુલ ગાંધીએ ચિંતન શિબિરના બીજા દિવસે દ્વારકા ખાતે ઉપસ્થિત ધારાસભ્ય, પૂર્વ સાંસદ, આગેવાનો, શિબિરાર્થીઓને આહ્.વાહન કર્યું હતું.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ નેવું ના દશક ના સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સાથે ના સાઉથ આફ્રિકા ના એક કિસ્સા ની વાત કરી સહુ શિબિરાર્થીનું ઉત્સાહ પ્રેરક ઉદબોધન કર્યું હતું. નેલ્સન મંડેલા સાથેની યાદગાર મુલાકાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મંડેલાને સવાલ પૂછ્યો કે ૨૬ વર્ષ જેલ કઈ રીતે પસાર કર્યા અને શક્તિ કેવી રીતે મળી ? ત્યારે મંડેલાએ જવાબ આપ્યો કે હું જેલ માં એકલો નહતો મારી સાથે મહાત્મા ગાંધી બેઠા હતા એમના વિચારો મારી સાથે હતા. મહાત્મા ગાંધી ના વિચારો વિશ્વ માં પરિવર્તન લાવ્યા હોય, સાઉથ આફ્રિકા ની સરકાર બદલી શકતા હોય તો ગુજરાત અને ભારત માં શું કામ નહિ? વધુમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હું એક independent observer તરીકે પાછલા ઈલેકશનમાં જીતથી ખુબ નજીક પહોચ્યા હતા થોડોક વિશ્વાસ વધારો આ સમય પણ ચોક્કસ જીતશો.

Rahul 3

ગુજરાતમાં સત્તા માં બેઠેલા લોકો એ કોંગ્રેસનું નહિ ગુજરાતની જનતાનું ખુબ મોટું નુકશાન કર્યું છે. એમના ભાજપા મોડેલમાં ત્રણ લાખ થી વધુ લોકોએ ઓક્સિજન સિલિન્ડર વેન્ટીલેટરની કમીના લીધે જીવ ગુમાવ્યા. શું આ છે વિકાસનું મોડલ? વેપાર ગુજરાતની તાકાત છે ખાસ કરી નાના અને મધ્યમ વર્ગ ના વેપાર, મોદી સરકારે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ખતમ કરી નાખ્યાં. નોટબંધી, જીએસટી એ વેપાર, ધંધા અને દેશની આર્થિક કમ્મર તોડી નાખી છે. ત્યારે નાના વેપાર-ધંધા-રોજગાર સન્માન સાથે કરી શકે, ડર અને ભય વિના મહેનતથી કમાઈ શકે તે માટે નીતિ ઘડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે.

સંગઠનને મજબૂતી આપવાની વાત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પક્ષ માટે કામ કરવા વાળા અને બોલવા વાળા કોણ છે? કોંગ્રેસને જમીન થી જોડાયેલા પચીસ લોકોજ ભાજપને સત્તામાંથી ઉખાડવા કાબીલ છે. સંગઠન દ્વારા કામ કરવાવાળાને પૂરી શક્તિ અને ટેકો પ્રદાન કરાશે. સત્યની લડાઈ માટે લાઠી ખાવાવાળા, જેલ જવાવાળા અને જમીન થી જોડાયેલા લોકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નું નેતૃત્વ કરશે. આ નેતૃત્વ આવનારા સમય માં ગુજરાત ના લોકો ની લડાઈ લડશે તેમના પડખે હું પણ ગુજરાત ની લડાઈ લડવા ઊભો રહીશ.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના ખાનપાનના વખાણ કર્યા સાથે પોતાના ગુરુ તરીકે એક વિશ્વ વિખ્યાત ગુજરાતી એ મહાત્મા ગાંધી નું સ્મરણ કર્યું અને જ્યાં સુધી લડાઈ નો અંત ના આવે ત્યાં સુધી ક્યારેય હાર ના માનવી જોઈએ તેવો સહુ ને સંકલ્પ કરાવ્યો. દ્વારકા ખાતે ચિંતન શિબિરના બીજા દિવસે શિબિરાર્થીઓને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો કાર્યકર્તા જે ગુજરાત ની જનતા માટે લડતો હશે તે તેનો biodata હશે સાથે વિશ્વાસ દર્શાવ્યો કે જેને જવું હોય તે જાય પણ માત્ર કામ કરવાવાળાને જ સંગઠન માં સારી જગ્યા એ સ્થાન મળશે.

Congress

ત્રણ દિવસની શિબિરમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય, મહિલા સુરક્ષા, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટ્રાચાર, આર્થિક બાબત જેવા ૧૮ વિષયની ગહન ચર્ચા અને સમૂહ ચર્ચા ના માધ્યમ થી ૨૦૨૨નો રસ્તો તૈયાર થશે. ગુજરાતની ભાજપ સરકારે કોવિડમાં માત્ર ૧૦૦૦૦ હજાર મૃત્યુ દર્શાવ્યા પણ કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા ના માધ્યમ સાચો ત્રણ લાખ નો આંકડો બહાર લાવ્યા. સુપ્રિમકોર્ટની ફટકાર બાદ ભાજપ સરકારની કોવિડમાં મોતના આંકડા છુપાવવાના ખેલની પોલ ખુલ્લી પડી ગઈ છતાં ભાજપ સરકાર હજુ પણ કોવિડમાં જીવ ગુમાવનારના પરિવારોને ન્યાય અને સહાય ચુકવવામાં વિલંબ કરી રહી છે.

આ પણ વાંચો: Inauguration of passenger facilities: કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દ્વારા ઉધના અને સુરત સ્ટેશનો પર વિવિધ પેસેન્જર સુવિધાઓનું ઉદ્ઘાટન

ભાજપ સરકારમાં કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને બહેન-દિકરીઓ પર તાજેતરમાં થયેલી હત્યા, દુષ્કર્મ અંગે તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના મોડલમાં બહેન-દિકરીઓ અસલામત છે. ધોળે દિવસે કાળજુ કંપાવી દે તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. છતાં સરકારનું પેટનું પાણી હાલતુ નથી. સરકારી તિજોરીના નાણાંથી ભાજપ સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પણ હકિકત રોજ નજર સામે આવી રહી છે.

સુરતમાં દિકરીની કરપીણ હત્યા, તો ધોરાજીમાં નાક કાપવાની ક્રૂર ઘટના કે ગાંધીનગર પાસે બળાત્કાર અને છરી મારવાની ઘટના સામે “મેં લડકી હું લડ સકતી હું” નારાને ગુજરાતમાં ચરિતાર્થ કરવાની કોંગ્રેસના માધ્યમ થી વાત કરી હતી. ગુજરાતમાં સરકારી ભરતીમાં મોટા પાયે કૌભાંડ, વારંવાર પેપર ફૂટવાની ઘટના, મેરીટમાં ગોલમાલથી ગુજરાતના લાખો યુવાનોની જીંદગી સાથે ભાજપ સરકાર રમત રમી – છેતરપીંડી કરી રહી છે. સરકારી નોકરીઓની ભરતી પરીક્ષામાં વારંવાર કૌભાંડોના કારણે ગુજરાતના સામાન્ય, મધ્યમવર્ગના યુવાનોમાં નિરાશા વ્યાપી છે અને ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે.

ગુજરાતના કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મંત્રી રઘુ શર્માએ શિબિરને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં ૬૫ ટકા યુવા વર્ગ છે ત્યારે કોંગ્રેસમાં વધુમાં વધુ યુવાનોને જોડવા માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ અને સંગઠનમાં પણ વિશેષ સ્થાન આપીને યુવા શક્તિને જોમ-જુસ્સા સાથે ભાજપ સરકારની ખોટી નીતિઓ સામે લડતમાં જોડવાના છીએ. ચૂંટણી લડવાની ઢબ બદલી ઉમેદવારોની પસંદગી માટે વિવિધ માપદંડો સાથે ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે.

ઉમેદવારોની પસંદગી અંગે જીતની શક્યતાની સાથોસાથ પક્ષના વિવિધ કાર્યક્રમોમાં આપેલા યોગદાનોને, પક્ષની વિચારધારા માટે લડત અને જનતા માટે કરેલા કાર્યોને પ્રાથમિકતા અપાશે. સંગઠનમાં અનુશાસન આવે તેના માટે કડક નિર્ણયો સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓનો પક્ષ છે. કોંગ્રેસના કાર્યકરો જે હિંમતભેર લડાઈ લડી શકે તેમને જ પદાધિકારી તરીકેની જવાબદારી સોંપાશે તે વાત દ્વારકા ચિંતન શિબિરમાં સમગ્ર રાજ્યના શિબિરાર્થીઓ સમક્ષ મૂકી હતી.

ગુજરાતના યુવા ધનને બરબાદ કરી નાખે, સમગ્ર યુવા પેઢી ખતમ થઈ જાય તે હદે ગુજરાત માર્ગે હજારો કરોડોના ડ્રગ્સના કંટેનરો સલામત રીતે ઠલવાય છતાં કોઈ પગલા ન લેવાય. શું આ છે ભાજપાનું કાયદો-વ્યવસ્થાનું મોડેલ? તેવો વૈધક પ્રશ્ન કરતાં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યની પ્રગતિ કરવી હોય તો તે રાજ્યની યુવા પેઢીને સાચી દીશા બતાવવાનું કામ રાજ્ય સરકારનું વિશેષ બને છે. કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર યુવાનોને વ્યસનની આગમાં ધકેલીને યુવા શક્તિને બરબાદ કરી નાખે તે હદે ડ્રગ્સ માફીયાઓને ખુલ્લુ મેદાન આપી રહી છે.

રાજ્યમાં વધતા જતા પ્રદૂષણ અને કેમીકલ ફેક્ટરીઓમાં થઈ રહેલી દુર્ઘટનાઓ પરિણામે મોતને ભેટતા નિર્દોષ શ્રમિકો અંગે ભાજપ સરકાર સદંતર ઉઘી રહી છે અથવા તો જાણી જોઈને ઉંઘવાનો ઢોંગ કરી રહી છે. રાજ્યમાં બેફામ બનતા ઔદ્યોગિક અકસ્માતથી શ્રમિકોના પરિવારો ચિંતા અનુભવી રહ્યાં છે. ઉદ્યોગોનો વિકાસ થાય એ જરૂરી છે પણ કામ કરતા શ્રમિકો-જનતાના ભોગે ચલાવી શકાય નહીં.
વિધાનસભા માં કોંગ્રેસ પક્ષ ના નેતા સુખરામભાઈ રાઠવા દ્વારા આભાર ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતો, ખેતમજદુરો અને આદિવાસી સમાજ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

રાજ્યના ખેડૂત, ખેતી અને ગામડાને બરબાર કરવાની નીતિ ભાજપ સરકાર અખત્યાર કરી રહી છે ત્યારે કોંગ્રેસના દરેક કાર્યકર આગેવાનોએ લોકોની વચ્ચે જઈને સત્યવાત રજુ કરવી પડશે અને ભાજપ સરકારના જુઠ્ઠાણાને ખુલ્લા પાડવા પડશે. દ્વારકા ખાતે આયોજીત ત્રીદીવસીય ચિંતન શિબિરના બીજા દીવસે જુદા જુદા ૯ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મહિલા સુરક્ષા મુદ્દે સાંસદ અમીબેન યાજ્ઞિક, મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજ્યની અર્થ વ્યવસ્થા, આર્થિક બાબતો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ અને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, ખેડૂતોના મુદ્દે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ધારાસભ્ય હર્ષદ રીબડીયા, પાયાની સુવિધા અંગે કદીર પીરઝાદા, સહકાર ક્ષેત્રે વ્યાપક ગેરરીતિઓ અંગે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અંગે અશોક પંજાબી, સંગઠનના પડકારો અને તકો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ડીજીટલ મેમ્બરશીપ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોએ જુથ ચર્ચામાંથી મહત્વના મુદ્દાઓ શિબિરમાં રજુ કર્યા હતા. દ્વારકા ખાતે આયોજીત ચિંતન શિબિરમાં અંતિમ દિવસે તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ રાજ્યના પ્રવર્તમાન સમસ્યાઓ, ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને કોંગ્રેસ પક્ષના અભિગમ અંગે દ્વારકા ડેકલેરેશન – રોડમેપ રજુ કરવામાં આવશે.

Gujarati banner 01