fb

Russia partially ban Facebook: રશિયાએ ફેસબુક પર લગાવ્યો પ્રતિબંધ- વાંચો વિગત

Russia partially ban Facebook: આ પ્રતિબંધ ફેસબુક દ્વારા યુક્રેનના આક્રમણને લઈને રશિયન સમર્થિત મીડિયા સંસ્થાઓના વિવિધ એકાઉન્ટ્સને બ્લોક કરવાના બદલે આ રોક લગાવી

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરીઃ Russia partially ban Facebook: 25 ફેબ્રુઆરી (એપી) રશિયન સત્તાવાળાઓએ શુક્રવારે ફેસબુકના ઉપયોગ પર “આંશિક પ્રતિબંધ” મૂક્યો. આ પ્રતિબંધ ફેસબુક દ્વારા યુક્રેનના આક્રમણને લઈને રશિયન સમર્થિત મીડિયા સંસ્થાઓના વિવિધ એકાઉન્ટ્સને બ્લોક કરવાના બદલે આ રોક લગાવી છે.

રશિયાની સરકારી સંચાર એજન્સી રોસ્કોમનાડઝોરે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ગુરુવારે ફેસબુકને રાજ્યની સમાચાર એજન્સી ‘આરઆઈએ નોવોસ્ટી’, રાજ્ય ટીવી ચેનલ ‘ઝવેઝદા’ અને સરકાર તરફી સમાચાર વેબસાઇટ્સ ‘લેંટા ડોટ આર યૂ’ અને ‘ગાઝેટા ડોટ આરયૂ’ પર ગુરૂવારે લગાવે રોક હટાવવાની માંગ કરી હતી.

એજન્સીએ કહ્યું કે ફેસબુકે મીડિયા સંસ્થાઓના એકાઉન્ટ ફરી ચાલુ કર્યા નથી. એજન્સીએ જણાવ્યું હતું કે “આંશિક પ્રતિબંધ” શુક્રવારથી અમલમાં આવ્યો હતો. તેણે પોતાના આ પગલાંને રશિયન મીડિયાની સુરક્ષા માટે લેવાયેલું પગલું ગણાવ્યું.

આ પણ વાંચોઃ Girl died after extracting 50 drug capsules: 3દિવસ પહેલા એરપોર્ટ પર પકડાયેલ યુવતીનું પેટમાંથી ડ્રગ્સની 50 કેપ્સ્યૂલ કાઢ્યા બાદ મોત થયું- વાંચો વિગત

Gujarati banner 01