family member murder case update

family member murder case update: એક પરિવારના 4 લોકોની હત્યામાં મોટો ખુલાસો, વિનોદ મરાઠીની સાસુએ ખોલી ઘરની પોલ

family member murder case update: પરિવારનો મોભી વિનોદ મરાઠી આખરે ક્યાં છે તેની તપાસમાં અમદાવાદ પોલીસ જોડાઈ ગઈ છે અને આ સામુહિક હત્યાકાંડને તેનો શુ રોલ છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે

અમદાવાદ, 30 માર્ચઃ family member murder case update: અમદાવાદમાં મંગળવારના રાતે વિરાટનગરના એક મકાનમા ખૂની ખેલ ખેલાયો હતો. એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ, ઘરનો મોભી જ સમગ્ર કેસમાં ફરાર હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હજી પણ શંકાસ્પદ હત્યારો પોલીસ પકડમાં આવ્યો નથી. જોકે, પોલીસે તમાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરિવારનો મોભી વિનોદ મરાઠી આખરે ક્યાં છે તેની તપાસમાં અમદાવાદ પોલીસ જોડાઈ ગઈ છે અને આ સામુહિક હત્યાકાંડને તેનો શુ રોલ છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

અમદાવાદ પોલીસે વિનોદ મરાઠીને શોધવા ટીમો રવાના કરી છે. બે પોલીસ ઇન્સ્પેક્ટર અને પાંચ પીએસઆઇની કુલ પાંચ ટીમ આ કેસમાં તપાસમાં લાગી છે. એક ટીમ વિનોદના વતન તરફ તપાસ કરી રહી છે. આ સામૂહિક હત્યા મામલે ટેકનિકલ તપાસ કરાઈ રહી છે. સાથે જ સીસીટીવીની મદદ પણ લેવાઈ રહી છે. આ ઘટના 26 માર્ચની છે. તેથી પોલીસ આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફંફોળી રહી છે. જેથી કોઈ સુરાગ હાથ લાગે.

આ પણ વાંચોઃ Govt employee and pensioners DA Hike: મોદી સરકાર દ્વારા કેન્દ્રના કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો- વાંચો વિગત

પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, વિનોદ મરાઠીએ પોતાના સાસુ અને વડસાસુને જમવા બોલ્યા હતા. સાસુ મોડા ઘરે પહોચતા વિનોદે ઘરના લોકો જન્મદિવસની પાર્ટીમા જમવા ગયા હોવાનું કહ્યું હતું. વારંવાર સોનલની માતાએ વિનોદની પૂછપરછ કરતી હતી. સવાર સુધી સોનલની માતાએ દીકરીના રાહ જોઈ હતી. બાદમા સવારે ફરી પૂછતા વિનોદે સાસુ પર છરીથી હુમલો કર્યો હતો. 

વિનોદની સાસુ સંજુબેને પોલીસને જણાવ્યું કે, અવાર નવાર તેની દિકરી સાથે વિનોદ ઝઘડો કરતો હતો. પોલીસને ઝઘડાની જાણ ન કરવા વિનોદે સાસુને ધમકી પણ આપી હતી. તેમજ પ્રોપર્ટી બાબતે પણ પરિવારમાં અનેકવાર ઝઘડા થતા હતા. સાસુનુ મકાન તેની દિકરી સોનલની નામે કરી દે વિનોદ અવાર નવાર ઝઘડા કરતો હતો. વિનોદ પોતે નાશાનો આદિ હતો. તે સતત બે-બે દિવસ નશાની હાલતમા રહેતો હતો, જેને લઈન પણ પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હતા. 

ઘટનાને અંજામ આપી વિનોદે પોતાના ઘરે પણ કોલ કર્યો હતો. ઘરે કોલ કરી પોતાના ઘરમાં કોઈએ આવીને ઘર વેરવિખેર કરી નાંખ્યાની વાત કરી હતી. આ કહાની વિનોદ દ્વારા બનાવવામાં આવી હતી. જોકે, તેણે પોતાના સંતાનોની હત્યા કયા કારણે હત્યા કરી તે હજી સામે નથી આવ્યું. ઘટનામા વિનોદ સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ હોઈ શકે તેમ પોલીસને શંકા છે. એક માણસ ચાર લોકોને હત્યા કરે તેવું માનવામાં નથી આવતું એટલે નશીલા પદાર્થ આપીને એક બાદ એક હત્યા કરી હોય અથવા કોઈની સાથે મળીને હત્યા કરી હોય શકે. પોલીસ તમામ દિશા અને શંકાઓ પર તપાસ કરી રહી છે તેવુ ઝોન-5ના ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું. 

આ પણ વાંચોઃ Prime Minister visits Gujarat: ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, આ રહેશે કાર્યક્રમ- વાંચો વિગત

પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, તમામ સદસ્યોની હત્યા ચાર દિવસ પહેલા થઈ હતી. ચાર દિવસથી તમામનો મૃતદેહ અંદર જ પડ્યો હતો. જેને કારણે મૃતદેહો સડી ગયા હતા અને તેમાંથી દુર્ગંઘ આવવા લાગી હતી. આ દુર્ગંઘ આસપાસના રહીશો સુધી પહોંચી હતી. આખરે કેમ ચાર લોકોના પરિવારજનો દ્વારા કોઈ સંપર્ક કરવામાં ન આવ્યો તે મોટો કોયડો છે. 

થોડા દિવસો અગાઉ વિનોદને પોતાની સાસુ સાથે ઝગડો થયો હતો. આ ઝગડામાં પણ વિનોદે પોતાના સાસુને છરી મારી દીધી હતી. જો કે સાસુએ પોતે નીચે પડી ગયા હોવાનું કહીને સારવાર લીધી હતી. સાસુએ સમયે સારવાર સમયે પોતે પડી ગયા હોવાનું કહી લીધી હતી સારવાર લીધી કોઈ ફરિયાદ નોંધાઇ નહોતી. 

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.