money 7th pay commission

Govt employee and pensioners DA Hike: મોદી સરકાર દ્વારા કેન્દ્રના કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો- વાંચો વિગત

Govt employee and pensioners DA Hike: કેબિનેટની આજની બેઠક કર્મચારીઓના ડિયરનેશ અલાઉન્સ એટલેકે મોંઘવારી ભથ્થમાં 3%ના વધારાની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી, 30 માર્ચઃ Govt employee and pensioners DA Hike: કોરોના મહામારીને કારણે અટવાયેલ સરકારી કર્મચારીઓના લાભ પર ફરી સરકારે નજર દોડાવી છે. કેબિનેટની આજની બેઠક કર્મચારીઓના ડિયરનેશ અલાઉન્સ એટલેકે મોંઘવારી ભથ્થમાં 3%ના વધારાની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલ કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સનોના મોંઘાવરી ભથ્થામાં 3%નો વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. નવું મોંઘવારી ભથ્થું 1લી જાન્યુઆરી, 2022 થી લાગુ થશે.

આ પણ વાંચોઃ Prime Minister visits Gujarat: ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, આ રહેશે કાર્યક્રમ- વાંચો વિગત

અત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર તરફથી 31% ડીએ મળે છે જે હવે વધીને 34% થશે. આ ડીએ વધારાનો દેશના 47.68 લાખ સરકારી કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને મળશે. આ વધારાથી સરકારી તિજોરી પર 9545 કરોડનો બોજો પડશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ મહામારીને કારણે DAમાં સુધારો દોઢ વર્ષથી અટકી ગયો હતો. જુલાઈ, 2021માં કેન્દ્ર સરકારે લાંબા વિરામ બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 17 ટકાથી વધારીને 28 ટકા કરી હતી. ફરી ઓક્ટોબર, 2021માં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને હાલ કર્મચારીઓને 31 ટકા મળી રહ્યું છે, જે જુલાઈ, 2021થી લાગુ થયું છે. તેવી જ રીતે, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ વધીને 31 ટકા થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Attack on cm kejriwal house: સીએમ કેજરીવાલના ઘર પર હુમલો, ભાજપના કાર્યકરો પર આરોપ- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.