Farewell to the administrator of Ambaji temple 3

Farewell to the administrator of Ambaji temple: અંબાજી મંદિર ના વહીવટદાર ને પુષ્પ વર્ષા ને માતાજીના જયઘોસ સાથે વિદાયમાન કરાયા હતા

Farewell to the administrator of Ambaji temple: અંબાજી મંદિર ના વહીવટદાર ને પુષ્પ વર્ષા ને માતાજીના જયઘોસ સાથે વિદાયમાન કરાયા હતા અને ઢોલ ની ઘુંજ સાથે તેમને વિદાય અપાઈ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 14 ફેબ્રુઆરી:
Farewell to the administrator of Ambaji temple: શક્તિપીઠ અંબાજીના અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં છેલ્લા સાડા ચાર વર્ષ ના સમયગાળા દરમિયાન ઇન્ચાર્જ વહીવટદાર તરીકે ચાર્જ માં ફરજ બજાવતા ડેપ્યુટી કલેકટર સુધેન્દ્રસિંહ ચાવડા ની અમદાવાદના દ્રસ્કોઇ ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી થતા.

Single Use Plastic Ban: પ્લાસ્ટિકના ચમચા, ગ્લાસથી લઈને ફ્લેગ-બેનર અને ઈયરબડ સુધી બધું જ બંધ થશે,આ તારીખથી પ્રતિબંધ- વાંચો વિગત

અંબાજી મંદિર માં તેમનો મંદિર ટ્રસ્ટની તેર જેટલી વિવિધ સંસ્થાઓ સહીત અનેક વિભાગો દ્વારા તેમનો શુભેચ્છાસહ વિદાય સમારોહ યોજી વહીવટદાર ને વૈદિક મંત્રોચાર દ્વારા કુમકુમ તિલક સાથે માતાજીની ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી તેમજ મંદિર ટ્રસ્ટ ની વિવિધ સંસ્થાઓ ના વડાઓ દ્વારા સ્મૃતિ ચિન્હ સ્વરૂપે વિવિધ મોમેન્ટો આપી શાલ ઓઢાડી પ્રાંત અધિકારી તરીકે ના નવા પોસ્ટીંગ માટે શુભેછાઓ અપાઈ હતી.

સત્કાર સમારંભ બાદ વહીવટદાર ને પુષ્પ વર્ષા ને માતાજીના જયઘોસ સાથે વિદાયમાન કરાયા હતા અને ઢોલ ની ઘુંજ સાથે તેમને વિદાય અપાઈ હતી જોકે આ પ્રસંગે સાડા ચાર વર્ષ સુધી અંબાજી મંદિર ના વહીવટદાર તરીકે રહી ચૂકેલા સુધેન્દ્રસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે અંબાજી મંદિર નો વહીવટ એક જિલ્લા પંચાયત જેટલો મોટો વહીવટ છે ને જ્યાં શ્રદ્ધાળુઓ ની આસ્થા અને પ્રોટોકોલ ની મોટી જવાબદારીઓ રહેતી હોય છે જેને સુચારુ રૂપથી પુરી કરવામાં માતાજી ના આશીર્વાદ મળ્યા હતા.

Gujarati banner 01