kisan andolan 5

ખેડૂત આંદોલન યથાવતઃ યૂપી અને હરિયાણાના ખેડૂતો ગાઝીપૂર સરહદે ભેગા થયા તેથી બોર્ડર બંધ કરાઈ, પોલીસનો કાફલો તહેનાત

kisan andolan 5

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ ખેડૂત આંદોલને ફરી એક વાર જોર પડક્યું છે. ગણતંત્ર દિવસની હિંસા બાદ આંદોલનમાં જે ઢીલ જોવા મળી હતી તે ગત દિવસોમાં ગાઝીપૂર બોર્ડર પરના યુદ્ધ બાદ કાબુમાં આવી ગઈ છે. રાકેશ ટિકૈટના આંસુથી તમામ ખેડૂતો જોશમાં આવી ગયા છે. પશ્ચિમી યૂપી અને હરિયાણાના અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતો ગાઝીપૂર સરહદે એકઠા થવા લાગ્યા છે.

દિલ્હીની અલગ-અલગ બોર્ડક પર જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ક્યાં આજે પણ સુરક્ષા વધારવામાં આવી છે. ગત દિવસોમાં સંયુક્ત ખેડૂત મોર્ચા તરફથી હરિયાણાના ગામડાઓમાં યાત્રા કાઢવામાં આવી હતી. અને લોકોને આંદોલનમાં જોડાવવા અંગે અપિલ કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ગાઝીપૂર બોર્ડર પર શુક્રવારે જ લોકો અકઠા થવા લાગ્યા હતા.

ગાઝીપૂરમાં ખેડૂતોના એકઠા થવાથી ગાઝીપૂર બોર્ડર બંધ કરવામાં આવી છે. તેમજ NH24, NH9, રોડ નંબર 56,57 A, કોંડલી, પેપર માર્કેટ, ટેલ્કો ટી પોઈન્ટ, EDM મોલ, અક્ષરધામ અને નિઝામુદ્દીન ખટ્ટાથી ટ્રાફિટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સાથે જ ટ્રેનનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તેહનાત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…

આજથી માગશર મહિનાનો પ્રારંભ 27 ફેબ્રુઆરી સુધી, સૂર્ય ઉતરાયણની સાથે વસંત ઋતુ શરુ- જાણો, મહિનાનું મહત્વ