unnamed 2

રાજ્ય સરકારે તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે દરેક વિદ્યાર્થીઓ મળશે આ લાભ

unnamed 2

ગાંધીનગર, 29 જાન્યુઆરીઃ ગુજરાત રાજ્યમાં ઘણી શાળાઓ એવી છે જ્યાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી. હાલ ૧૪૫ સરકારી અને ૧૭૫૪ ગ્રાન્ટેડ સ્કૂલમાં જ અનલિમિટેડ ઈન્ટરનેટ સુવિધા આપવામાં આવી છે. હજુ પણ રાજ્યની ૭૯૮ સરકારી અને ૧૪૮૭ ગ્રાન્ટેડ સ્કૂલોને ઈન્ટરનેટ સુવિધા ફાળવી શકાઈ નથી .જેથી હવે આ સ્કૂલોને ઈન્ટરનેટ કનેકશન માટે માસિક ગ્રાન્ટ અપાશે.

Whatsapp Join Banner Guj

કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યમા સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઈન્ટરનેટ કનેકશનની સુવિધા માટે બીએચએનએલને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો પરંતુ નવેમ્બર અંત સુધી રાજ્યમાં માત્ર ૧૪૫ સરકારી અને ૧૭૫૩ ગ્રાન્ટેડ સ્કૂલોને જ ઈન્ટરનેટ કનેકશન આપવામા આવ્યા છે. જેથી કંપની દ્વારા જે ૭૯૮ સરકારી અને ૧૪૮૭ ગ્રાન્ટેડ સ્કૂલોને ઈન્ટરનેટ સેવા પુરી પાડવમા આવી નથી તેવી સ્કલોને હવે જે તે જિલ્લામાં સૌથી સારી ઈન્ટરનેટ સુવિધા પુરી પાડતી એજન્સી મારફતે શાળા કક્ષાએ સેવાઓ મેળવવા તેની ગ્રાન્ટ જે તે શાળાને ફાળવવાનું નક્કી કરવામા આવ્યુ છે.

GEL ADVT Banner

આ યોજના અંતર્ગત સ્કૂલને માસિક મહત્તમ ૧૨૫૦ રૃપિયા ચુકવવામા આવશે. આ ખર્ચ ઓડિટને આધીને રહેશે. શાળાએ આ યોજના હેઠળ ઈન્ટરનેટ કનેકશન લીધેલ છે કે નહી તેની ચકાસણી ડીઈઓ કચેરી દ્વારા કરવાની રહેશે. જે તે શાળાએ સર્વિસ પ્રોવાઈડર પાસેથી ભાવ પત્રક મેળવ્યા બાદ સેવા શરૃ કરવાની રહેશે. આ યોજના હેઠલ વણવપરાયેલ ગ્રાન્ટ નાણાકીય વર્ષના અંતે સરન્ડર કરવાની રહેશે. જિલ્લા કક્ષાએ સ્કૂલમાં થયેલ વપરાશના પ્રમાણપત્રો પણ શાળા પાસેથી મેળવી રેકોર્ડ રાખવાનો રહેશે.હાલ સરકાર દ્વારા દરેક સ્કૂલને જાન્યુઆરીથી માર્ચ સુધી ગ્રાન્ટ ફાળવવામા આવી છે.

આ પણ વાંચો…

ખેડૂત આંદોલન યથાવતઃ યૂપી અને હરિયાણાના ખેડૂતો ગાઝીપૂર સરહદે ભેગા થયા તેથી બોર્ડર બંધ કરાઈ, પોલીસનો કાફલો તહેનાત