Film Naika Devi promotion in Ambaji

Film Naika Devi promotion in Ambaji: ફિલ્મ નાયિકા દેવીના કલાકારોએ અંબાજી ખાતે ગરબો ગાઇને માતાના આશીર્વાદ લીધા

Film Naika Devi promotion in Ambaji: નાયિકા દેવી ફિલ્મ નીં મુખ્ય કલાકાર ખુશી શાહ, મમતા સોની, ચેતન ધૈયા, રાગી જાની, આકાશ ઝાલા, કૌસાંબી ભટ્ટ ને ઓજસ રાવલ માતાજી નાં ચોક માં ફિલ્મમાં મઠારેલો માતાજી નો ગરબો ગાઇ ને ફિલ્મ નું પ્રમોશન કર્યુ

અહેવાલઃ કિષ્ના ગુપ્તા

અંબાજી, 27 એપ્રિલઃ Film Naika Devi promotion in Ambaji: શક્તિપીઠ અંબાજી હવે ફિલ્મ કલાકારો માટે પણ આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યુ છે. માં અંબા નાં આશીર્વાદ થી તમામ મનોકામનાઓ પુર્ણ થતી હોવાથી નેતાઓ પણ અંબાજી નાં દર્શને પહોંચતાં હોય છે. ત્યારે આજે બોલીવુડ ને પણ માત આપે તેવી ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી આગામી 6 મે નાં રોજ રીલીઝ થવાં જઇ રહી છે.

તે પુર્વે ફિલ્મ નાં મહત્તમ કલાકારો આજે શક્તિપીઠ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા. ને નીજ મંદિર માં દર્શન કરી ફિલ્મ ની સફળતાં માટે માતાજી ના આશીર્વાદ મેળવ્યા હતા. એટલુંજ નહીં નાયિકા દેવી ફિલ્મ નીં મુખ્ય કલાકાર ખુશી શાહ, મમતા સોની, ચેતન ધૈયા, રાગી જાની, આકાશ ઝાલા, કૌસાંબી ભટ્ટ ને ઓજસ રાવલ માતાજી નાં ચોક માં ફિલ્મમાં મઠારેલો માતાજી નો ગરબો ગાઇ ને ફિલ્મ નું પ્રમોશન કર્યુ હતુ.

આ સાથે માતાજી નાં ઉપર લખાયેવો ગરબો ભટ્ટજી મહારાજ નાં હસ્તે લોંચ કરવામાં આવ્યુ હતુ. ને સાથે માતાજી નાં ચાચરચોક માં કલાકારો દ્વારા ગરબા ની રમઝટ પણ જમાવી હતી જેમાં યાત્રીકો સહીત સ્થાનિક લોકો પણ જોડાયા હતા. જોકે ખાસ કરી ને નાયિકા દેવી ફિલ્મ માં એક વિરાંગના બાઈ ની ભુલાતી વિરાસત ને ફરી યાદ કરી નવા જનરેશન સુધી પહોંચાડવાનો પ્રયાસ આ રૂપેરી પદડે કરવામાં આવ્યો છે.

ફિલ્મ નાં કલાકારો અંબાજી દર્શન કરી સાથે માતાજી નું ફિલ્મી ગીત લોંચ કરી ભારે ખુશી વ્યક્ત કરી હતી ને ફિલ્મ નું ટ્રેલર તેમજ ગરબા નું પણ ઓન સ્ક્રીન નિદર્શન કરવામાં આવ્યુ હતુ. તેમજ આ ફિલ્મ જોવા માટે પ્રેક્ષકો ને અપીલ પણ કરવામાં આવી હતી જેમ હાલ તબક્કે દર્શકો સાઉથ ફિલ્મો ને નિહાળે છે તેજ રીતે અને તેવા જ ઢાળ માં બનેલી આ ફિલ્મ ને જોઇ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને પ્રોત્સાહીત કરવાં અપીલ કરાઇ હતી.

આ પણ વાંચોઃ CM’s decision: ગુજરાત સરકારે લીધા મહત્વના નિર્ણયો, CM ભુપેન્દ્ર પટેલે કહ્યું- કચ્છ ખાતે 275 એમએલડી પાણી છોડવામાં આવશે

આ પણ વાંચોઃ Accused of rape and murder sentenced to death: ડીસામાં કિશોરી પર દુષ્કર્મ ગુજારી ગળું કાપી નાખનાર નરાધમને ફાંસીની સજા

Gujarati banner 01