Fire in BRTS bus

Fire in BRTS bus: આજે સવારે હેલ્મેટ સર્કલ નજીક BRTS બસમાં આગ લાગી- જુઓ વીડિયો

Fire in BRTS bus: બસમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જાનહાનિ ટાળી

અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃFire in BRTS bus: અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં હેલ્મેટ સર્કલ નજીક આજરોજ સવારે એક BRTS બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં BRTS બસ બળીને સંપૂર્ણપણે ખાક થઇ ગઈ હતી. બસમાં આગ લાગતા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ સિવાય રસ્તા ઉપરના રાહદારીઓ અને વાહનચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

બસમાં આગ લગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બસમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જાનહાનિ ટાળી હતી.

સદનસીબે BRTS બસ સ્ટેશન પર પહોંચી ત્યારે જ દુર્ઘટના થતા તમામ મુસાફરો સલામત રીતે બસની બહાર નીકળી ગયા હતા. હાલ બસમાં આગ લાગવાને પગલે સમગ્ર મેમનગર BRTS બસ સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા હાલ આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Hearing in HC on issue of stray cattle: રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે મોટું નિવેદન, કહ્યું- જનતા આ નંબર કરી શકશે ફરીયાદ

આ પણ વાંચોઃ Narendra Modi Medical College: અમદાવાદની આ કોલેજ હવે ઓળખાશે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના નામે, થયુ નવુ નામકરણ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.