cow on road

Hearing in HC on issue of stray cattle: રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે મોટું નિવેદન, કહ્યું- જનતા આ નંબર કરી શકશે ફરીયાદ

Hearing in HC on issue of stray cattle: રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે

અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ Hearing in HC on issue of stray cattle: ગઇ કાલે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટસ્પોટ્સ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કરશે.

અરજદારે કોર્ટમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, માત્ર અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરની 5000 જેટલી ફરિયાદો મળી. કોર્પોરેશન મોટા ભાગની ફરિયાદો પર કાર્યવાહી વિના જ ફરિયાદોનો નિકાલ કરી દે છે. રખડતા ઢોર પકડ્યા વિના જ ફરિયાદ બંધ કરી દેવાય છે. રાજ્યમાં પણ રખડતા ઢોરના ત્રાસથી લોકોના મૃત્યુ અને ઇજાઓના કિસ્સાઓ બની રહ્યા છે. મૃતકો અને ઇજાગ્રસ્ત લોકોને વળતર માટે ઢોર માલિકો અને કોર્પોરેશનને જવાબદાર ઠેરવી અને વળતર અપાવવું જોઈએ.

આ પણ વાંચોઃ Narendra Modi Medical College: અમદાવાદની આ કોલેજ હવે ઓળખાશે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના નામે, થયુ નવુ નામકરણ

અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, સરકાર ઢોર નિયંત્રણ કાયદો આગામી વિધાનસભામાં પાછો ખેંચવાનું વિચારી રહી છે. ત્યારે કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો હતો કે રખડતા ઢોરના ત્રાસને ડામવા યોગ્ય પગલાં ના લેવાય તો જિલ્લા લેવલે કલેકટર અને SPની જવાબદારી ફિક્સ કરાશે. હાઇકોર્ટે જણાવ્યું કે, મૃતકો અને ઇજા ગ્રસ્તોને વળતર માટે ઢોર માલિકો અને કોર્પોરેશન તેમજ રાજ્ય સરકાર જવાબદાર ગણી શકાય.

હાઇકોર્ટે જણાવ્યું હતું સે, રખડતા ઢોરની અડફેટે કોઈ વ્યક્તિ જીવ ગુમાવે છે તો તેને કેવી રીતે વળતર ચૂકવાશે એ અંગે સરકાર આગામી મુદ્દત સુધીમાં જવાબ રજૂ કરાશે. કોર્ટે ઉમેર્યું કે, સરકારે કહેલી વાતો માત્ર કાગળ પર રહી છે, હકીકતમાં ઠોસ કામગીરી દેખાતી નથી. યોગ્ય કામગીરી ન થાય તેવા સંજોગોમાં જે તે જિલ્લા કલેકટરને કોર્ટના હુકમના તિરસ્કાર બદલ જવાબદાર ઠેરવી અને કોર્ટ કાર્યવાહી કરશે તેવું કોર્ટે અવલોકન કર્યું હતું.

આ પણ વાંચોઃ Cycle Yatra of railway employees: સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ રેલવે મંડળના 5 રેલવે કર્મચારીઓ સાબરમતી થી દિલ્હી સુધીની સાયકલ યાત્રા કરશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.